ઝિમ્બાબ્વે તેની જન્મભૂમિ છે અને તેણે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ સાથે બે વર્ષનો કૉન્ટ્રૅક્ટ કર્યો છે.
ગૅરી બલાન્સ
ઇંગ્લૅન્ડ વતી ૨૩ ટેસ્ટ અને ૧૬ વન-ડે રમી ચૂકેલો લેફ્ટ-હૅન્ડ બૅટર ગૅરી બલાન્સ હવે ઝિમ્બાબ્વે વતી રમતો જોવા મળશે. ઝિમ્બાબ્વે તેની જન્મભૂમિ છે અને તેણે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ સાથે બે વર્ષનો કૉન્ટ્રૅક્ટ કર્યો છે. તે ૨૦૦૬માં ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયો એ પહેલાં અન્ડર-19 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે વતી રમ્યો હતો. ૨૦૨૧માં બલાન્સે યૉર્કશર કાઉન્ટીમાં રમતી વખતે સાથી-ખેલાડી અઝીમ રફીક વિશે રંગભેદલક્ષી ભાષા વાપરી હોવાની કબૂલાત કરી હતી. બલાન્સને આયરલૅન્ડ સામે રમનાર ઝિમ્બાબ્વેની ટીમમાં સિલેક્ટ કરાયો છે.