લિમિડેટ ઓવર્સની સિરીઝના રોમાંચ બાદ ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે આજથી બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ રહી છે
ઝિમ્બાબ્વેનો કૅપ્ટન ક્રેગ ઇરવિન અને અફઘાનિસ્તાનનો ટેસ્ટ-કૅપ્ટન હશમુતુલ્લા શાહિદી
લિમિડેટ ઓવર્સની સિરીઝના રોમાંચ બાદ ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે આજથી બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ રહી છે. ઝિમ્બાબ્વેની ધરતી પર ૨૮ વર્ષ બાદ બૉક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે. છેલ્લે તેઓ પોતાની ધરતી પર ૧૯૯૬માં ઇંગ્લૅન્ડ સામે એકમાત્ર બૉક્સિંગ ડે ટેસ્ટ રમ્યા હતા અને હરારેમાં એ ટેસ્ટ વરસાદને લીધે ડ્રૉ રહી હતી. ૨૦૦૦માં આ ટીમ ન્યુ ઝીલૅન્ડ અને ૨૦૧૭માં સાઉથ આફ્રિકાની ધરતી પર બૉક્સિંગ ડે ટેસ્ટ રમી હતી. અફઘાનિસ્તાન પહેલી વાર બૉક્સિંગ ડે ટેસ્ટ રમતું જોવા મળશે.
બન્ને ટીમ વચ્ચે માર્ચ ૨૦૨૧માં પહેલી વાર બે મૅચની ટેસ્ટ-સિરીઝ યોજાઈ હતી જે ૧-૧થી ડ્રૉ રહી હતી. ટેસ્ટ-ઇતિહાસની તેમની પહેલી ટક્કરમાં ઝિમ્બાબ્વેએ ૧૦ વિકેટે અને બીજી મૅચમાં અફઘાનિસ્તાને ૬ વિકેટે જીત મેળવી હતી. આજથી શરૂ થતી આ પહેલી ટેસ્ટ ભારતીય સમય અનુસાર બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થશે.
ADVERTISEMENT
ફેનકોડ-ઍપ પર આ ટેસ્ટ-મૅચ જોઈ શકાશે.