ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે ભીડથી અલગ રહીને ભારતીય ટીમ અને સિનિયર પ્લેયર્સ વિશે નિવેદન આપ્યાં છે.
ગઈ કાલે દુબઈમાં T10 ટેનિસ બૉલ ક્રિકેટ પ્રીમિયર લીગના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી યુવરાજ સિંહે.
બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માં ભારતની હાર બાદ કોચિંગ સ્ટાફથી લઈને સિનિયર પ્લેયર્સની ક્ષમતા પર સવાલો ઊઠી રહ્યા છે. એવામાં ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે ભીડથી અલગ રહીને ભારતીય ટીમ અને સિનિયર પ્લેયર્સ વિશે નિવેદન આપ્યાં છે.
ભારત માટે ૩૦૪ વન-ડે, ૪૦ ટેસ્ટ અને ૫૮ T20 ઇન્ટરનૅશનલ રમી ચૂકેલો યુવરાજ સિંહ કહે છે, ‘મને લાગે છે કે ન્યુ ઝીલૅન્ડ સામે હારવું વધુ દુઃખદાયક છે, કારણ કે તેઓ ઘરઆંગણે ૦-૩થી હારી ગયા હતા, આ સ્વીકાર્ય નથી. BGT હારવું હજી પણ સ્વીકારી શકાય છે, કારણ કે તમે ઑસ્ટ્રેલિયામાં બે વાર જીતી ચૂક્યા છો અને આ વખતે તમારે હારનો સામનો કરવો પડ્યો છે. ઑસ્ટ્રેલિયા છેલ્લા ઘણા સમયથી ખૂબ જ મજબૂત ટીમ રહી છે.’