મૅક્સવેલને IPLમાં થયું નુકસાન
ગ્લેન મૅક્સવેલ
ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે એક પૉડકાસ્ટમાં ભારતીય ટીમના યંગ ઓપનર યશસ્વી જાયસવાલની ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે ‘યશસ્વી જાયસવાલ એક એવો પ્લેયર છે જે કદાચ ૪૦થી વધુ ટેસ્ટ-સેન્ચુરી ફટકારશે અને કેટલાક અલગ રેકૉર્ડ બનાવશે. તેની પાસે વિવિધ પરિસ્થિતિઓમાં ઍડ્જસ્ટ થવાની અદ્ભુત ક્ષમતા છે. તેણે ઘણા પ્રકારના શૉટ રમ્યા છે. તેનું ફુટવર્ક ઘણું સારું છે. તેનામાં કોઈ ખાસ નબળાઈ હોય એવું લાગતું નથી. તે શૉર્ટ-પિચ બૉલ સારી રીતે રમે છે, સારી રીતે ડ્રાઇવ કરે છે, અવિશ્વસનીય રીતે સારી રીતે સ્પિન બોલિંગને રમે છે અને પ્રેશરને સંભાળી શકે છે. જો ઑસ્ટ્રેલિયા તેને રોકવા માટે કોઈ રસ્તો શોધી શકશે નહીં તો પરિસ્થિતિ ગંભીર બનશે.’
મૅક્સવેલને IPLમાં થયું નુકસાન
ADVERTISEMENT
બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટે ઑસ્ટ્રેલિયન સ્ક્વૉડમાં જગ્યા ન મેળવી શકનાર ગ્લેન મૅક્સવેલ છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૭માં બંગલાદેશ સામે ટેસ્ટમૅચ રમ્યો હતો. IPL ૨૦૨૫ના મેગા ઑક્શનમાં બે કરોડની બેઝ-પ્રાઇસવાળો ગ્લેન મૅક્સવેલ ૪.૨૦ કરોડ રૂપિયાની બોલી સાથે પંજાબ કિંગ્સમાં સામેલ થયો હતો. તેને ખરીદવા માટે હૈદરાબાદ અને ચેન્નઈની ફ્રૅન્ચાઇઝીએ પણ બોલી લગાવી હતી. બૅન્ગલોર માટે છેલ્લી ત્રણ સીઝનમાં અગિયાર કરોડ રૂપિયામાં રમનારા મૅક્સવેલને સૅલેરીમાં ૬.૮૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.