પર્થ ટેસ્ટ પહેલાં ભારતીય ટીમ ૫૮.૩૩ની પૉઇન્ટ ટકાવારી સાથે બીજા ક્રમે અને ઑસ્ટ્રેલિયન ટીમ ૬૨.૫૦ની પૉઇન્ટ ટકાવારી સાથે પહેલા ક્રમે હતી
ગઈકાલે પર્થ ટેસ્ટમાં વિકેટની ઉજવણી કરતી ટીમ ઇન્ડિયાની ફાઇલ તસવીર
ગઈ કાલે પર્થમાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને ૨૯૫ રનથી હરાવીને ભારત ફરીથી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. ભારતે WTC ટેબલમાં ટોચ પર સારી લીડ જાળવી રાખી હતી, પરંતુ ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ સામે ૦-૩થી કારમી હાર મળ્યા બાદ ટીમ બીજા સ્થાને સરકી ગઈ હતી.
પર્થ ટેસ્ટ પહેલાં ભારતીય ટીમ ૫૮.૩૩ની પૉઇન્ટ ટકાવારી સાથે બીજા ક્રમે અને ઑસ્ટ્રેલિયન ટીમ ૬૨.૫૦ની પૉઇન્ટ ટકાવારી સાથે પહેલા ક્રમે હતી. ભારત પાસે હવે ૧૫ મૅચમાં નવ જીત, પાંચ હાર અને એક ડ્રૉ સાથે પૉઇન્ટ ટકાવારી ૬૧.૧૧ થઈ છે. ૧૩ મૅચમાં આઠ જીત, ચાર હાર અને એક ડ્રૉ સાથે ઑસ્ટ્રેલિયાની પૉઇન્ટ ટકાવારી ૫૭.૬૯ થઈ છે.
ADVERTISEMENT
WTC ફાઇનલમાં ક્વૉલિફાય થવા માટે ભારતે ઑસ્ટ્રેલિયા સામેની એની બાકીની ચાર ટેસ્ટ-મૅચમાંથી ત્રણ જીતવી પડશે. ઑસ્ટ્રેલિયાની નજર બાકીની છ ટેસ્ટ-મૅચમાંથી ચાર જીતીને ફાઇનલમાં પહોંચવા પર રહેશે, કારણ કે પૅટ કમિન્સની ટીમ ભારત સામેની હોમ-સિરીઝ બાદ બે ટેસ્ટ-મૅચની સિરીઝ માટે શ્રીલંકાની ટૂર પર જશે.
WTC પૉઇન્ટ્સ-ટેબલ |
|
ભારત |
૬૧.૧૧ |
આૅસ્ટ્રેલિયા |
૫૭.૬૯ |
શ્રીલંકા |
૫૫.૫૬ |
ન્યુ ઝીલૅન્ડ |
૫૪.૫૫ |
સાઉથ આફ્રિકા |
૫૪.૧૭ |
ઇંગ્લૅન્ડ |
૪૦.૭૯ |
પાકિસ્તાન |
૩૩.૩૩ |
બંગલાદેશ |
૨૭.૫૦ |
વેસ્ટ ઇન્ડીઝ |
૧૮.૫૨ |