શાસ્ત્રીએ પોતાના જજમેન્ટ મુજબના જે અગિયાર ખેલાડીઓનાં નામ જાહેર કર્યાં હતાં એ જ નામ પૉન્ટિંગની ઇલેવનમાં પણ જોવાં મળ્યાં.
World Test Championship
રિકી પૉન્ટિંગ
ભારત અને ઑસ્ટ્રેલિયાની ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ હજી તો રમાઈ નથી ત્યાં એમાં કોણ સૌથી સારું પર્ફોર્મ કરી શકે એવા પોતાની પસંદગીના ખેલાડીઓની ઇલેવન જાહેર કરવાનો જાણે નવો ટ્રેન્ડ શરૂ થયો છે. રવિ શાસ્ત્રીએ ગયા અઠવાડિયે આવી ઇલેવન જાહેર કરી ત્યાર પછી ગઈ કાલે રિકી પૉન્ટિંગે પણ એવી ટીમની જાહેરાત કરી હતી. યોગાનુયોગ, શાસ્ત્રીએ પોતાના જજમેન્ટ મુજબના જે અગિયાર ખેલાડીઓનાં નામ જાહેર કર્યાં હતાં એ જ નામ પૉન્ટિંગની ઇલેવનમાં પણ જોવાં મળ્યાં. ટૂંકમાં, શાસ્ત્રી અને પૉન્ટિંગ બન્નેની એક જ પસંદગી છે.
પૉન્ટિંગની કમ્બાઇન્ડ ઇલેવન : રોહિત શર્મા (કૅપ્ટન), ઉસ્માન ખ્વાજા, માર્નસ લબુશેન, વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, રવીન્દ્ર જાડેજા, ઍલેક્સ કૅરી (વિકેટકીપર), પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક, નૅથન લાયન અને મોહમ્મદ શમી.
ADVERTISEMENT
"વિરાટ કોહલી પાછો ટેસ્ટના અસલ ફૉર્મમાં આવવાની તૈયારીમાં જ છે. ઑસ્ટ્રેલિયા સામેની ડબ્લ્યુટીસીની ફાઇનલમાં તે અને રોહિત શર્માની બૅટિંગ ટીમ ઇન્ડિયાની સફળતાનો પાયો તૈયાર કરશે એવું મને લાગે છે." - માઇક હસી