દિલ્હીની ટીમે ૭૭ બૉલ બાકી રાખીને ૧૦ વિકેટે મેળવ્યો વિજય
શેફાલી વર્માએ ૨૮ બૉલમાં ફટકાર્યા ૭૬ રન.
દિલ્હી કૅપિટલ્સની બોલર મૅરિઝૅન કૅપે ૧૫ રન આપીને પાંચ વિકેટ લેતાં ગુજરાત જાયન્ટ્સની ટીમ ૯ વિકેટે માત્ર ૧૦૫ રન બનાવી શકી હતી. ત્યાર બાદ આક્રમક ઓપનર શેફાલી વર્માએ નૉટઆઉટ ૭૬ રન કરતાં ટીમે ૭૭ બૉલ બાકી રાખીને ૧૦ વિકેટે મૅચને જીતી લીધી હતી. સાઉથ આફ્રિકાની ઑલરાઉન્ડર ખેલાડી કૅપને કારણે એક સમયે ગુજરાતની ટીમે ૭ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને માત્ર ૩૩ રન કર્યા હતા. જોકે ગુજરાતની પૂંછડિયા બૅટર્સે પછી લડત આપી હતી.
જવાબમાં દિલ્હીની ટીમે માત્ર ૭.૧ ઓવરમાં ૧૦૬ રનના લક્ષ્યાંકને આંબ્યો હતો, જેમાં દિલ્હીની કૅપ્ટન મેગ લૅનિંગે નૉટઆઉટ ૨૧ રન કર્યા હતા. શેફાલીએ માત્ર ૧૯ બૉલમાં ૫૦ રન કર્યા હતા, જે ડબ્લ્યુપીએલની બીજા ક્રમાંકની ઝડપી હાફ-સેન્ચુરી હતી.
મૅરિઝૅન કૅપે ૧૫ રન આપીને પાંચ વિકેટ લીધી.