Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બાબર, તેં ગ્રાઉન્ડ પર શું કામ કોહલી પાસે જર્સી પર ઑટોગ્રાફ માગ્યા?ઃ અકરમ

બાબર, તેં ગ્રાઉન્ડ પર શું કામ કોહલી પાસે જર્સી પર ઑટોગ્રાફ માગ્યા?ઃ અકરમ

16 October, 2023 08:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘તારે તારા કાકાના દીકરા માટે કોહલીના ઑટોગ્રાફ ડ્રેસિંગરૂમમાં જઈને લેવા જોઈતા હતા’

વસીમ અકરમને બાબરનું આ રીતે કોહલીના ઑટોગ્રાફ લેવા જરાય પસંદ નહોતું પડ્યું

World Cup

વસીમ અકરમને બાબરનું આ રીતે કોહલીના ઑટોગ્રાફ લેવા જરાય પસંદ નહોતું પડ્યું


ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન એકમેકના કટ્ટર છે, પણ બન્ને ટીમના ઘણા ખેલાડીઓ વચ્ચે ઑફ ધ ફીલ્ડ સારી દોસ્તી છે. બાબર આઝમે તો અગાઉ ત્યાં સુધી કહ્યું હતું કે કોહલી તેનો રોલ-મૉડલ છે. જોકે શનિવારે ભારતે પાકિસ્તાનને વન-સાઇડેડ બનેલી મૅચમાં ૭ વિકેટે કચડી નાખ્યું ત્યાર પછી મેદાન પર બનેલી એક હકારાત્મક ઘટના બની હતી, પરંતુ એના ઊંડા પ્રત્યાઘાત પડ્યા છે.


મૅચ પછી બાબરે મેદાન પર જ કોહલી પાસે બે જર્સી પર તેનો ઑટોગ્રાફ લીધો હતો. સોશ્યલ મીડિયામાં આ ઘટનાને ઘણાએ દોસ્તીના ભાવથી બિરદાવી હતી, પરંતુ ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન વસીમ અકરમને બાબરનું આ રીતે કોહલીના ઑટોગ્રાફ લેવા જરાય પસંદ નહોતું પડ્યું. અકરમે ગઈ કાલે મીડિયામાં લખ્યું હતું કે ‘જુઓ તો ખરા, આ ઘટનાનો વિડિયો કેટલો બધો વાઇરલ થઈ ગયો છે. તારા જ ચાહકો જો તમારા બધાના પર્ફોર્મન્સથી નારાજ થયા હોય તો આવુંબધું (જર્સી પર હરીફ ટીમના ખેલાડીના ઑટોગ્રાફ લેવાનું) પ્રાઇવેટ‍્લી કરવું જોઈએ. ખુલ્લા ગ્રાઉન્ડમાં આવું ન કરાય. મેદાન પર આવું કરવું એ ઠીક નહોતું. તારે તારા કાકાના દીકરા માટે કોહલીના ઑટોગ્રાફ લેવા જ હતા તો ડ્રેસિંગ રૂમમાં લેવા જોઈતા હતા.’



હવે ભારતની ગુરુવારે બંગલાદેશ સામે મૅચ


વર્લ્ડ કપમાં હવે ભારતની આગામી મૅચ ગુરુવાર, ૧૯મીએ પુણેમાં બંગલાદેશ સામે રમાશે. પાકિસ્તાન શુક્રવાર, ૨૦મીએ બૅન્ગલોરમાં ઑસ્ટ્રેલિયા સામે રમશે.

રોહિતનો પત્ની રિતિકાને ક્રૉસ્ડ ફિન્ગર્સથી સંકેત


શનિવારે અમદાવાદમાં પત્ની રિતિકાને ક્રૉસ્ડ ફિન્ગર્સ બતાવતો રોહિત શર્મા. તેણે મજાકના હેતુથી આવો સંકેત કર્યો હતો. રોહિતે ૮૬ રનની ઇનિંગ્સથી ભારતને પાકિસ્તાન સામે જિતાડ્યું હતું. ૨૦૧૫માં રોહિત સાથે લગ્ન થયાં ત્યારથી રિતિકા પતિદેવની દરેક ઇનિંગ્સમાં તે જ્યાં સુધી ક્રીઝ પર હોય ત્યાં સુધી ફિન્ગર્સ ક્રૉસ્ડ રાખે છે.

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2023 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK