અનુષ્કા અને અથિયા વિશેની ચોંકાવનારી કમેન્ટ કરવા બદલ હરભજન થયો જબરદસ્ત ટ્રોલ
રવિવારે અમદાવાદમાં ફાઇનલ દરમ્યાન વીઆઇપી સ્ટૅન્ડમાં અનુષ્કા શર્મા અને અથિયા શેટ્ટી. (તસવીર: એ.એફ.પી.)
રવિવારે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ દરમ્યાન ભૂતપૂર્વ ઑફ-સ્પિનર હરભજન સિંહ હિન્દી કૉમેન્ટેટર્સની પૅનલમાં હતો અને બપોરે એક તબક્કે જ્યારે વિરાટ કોહલી તથા કે. એલ. રાહુલ ક્રીઝ પર હતા ત્યારે કૅમેરા વીઆઇપી સ્ટૅન્ડમાં લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાં બેઠેલી અનુષ્કા શર્મા અને અથિયા શેટ્ટી વિશે તેણે (હરભજને) વાઇરલ થયેલા વિડિયો મુજબ જે કમેન્ટ કરી હતી એ બદલ તે સોશ્યલ મીડિયામાં જબરદસ્ત ટ્રોલ થયો હતો. કોઈકે તો ભજ્જી માફી માગે એવી માગણી પણ કરી છે.
વિડિયોમાં હરભજન એવું બોલતો સાંભળવા મળ્યો હતો કે ‘ઔર યે મૈં સોચ રહા થા કિ યે બાત ક્રિકેટ કી હો રહી હૈ યા ફિર ફિલ્મ કી. ક્યોં કિ ક્રિકેટ કે બારે મૈં તો જાનતા નહીં કિતની સમઝ હોગી.’
ભજ્જી આ કમેન્ટ કરી રહ્યો હતો એ જ ઘડીએ કૅમેરા વિરાટ કોહલીની પત્ની અનુષ્કા અને કે. એલ. રાહુલની પત્ની અથિયા પર તકાયો હતો.
ADVERTISEMENT
ટ્વિટર પર ઇરા નામની યુઝરે લખ્યું હતું કે ‘કૅમેરા જ્યારે અનુષ્કા અને અથિયા પર આવ્યો ત્યારે કૉમેન્ટેટરે જસ્ટ આમ જ ‘ક્રિકેટ કી કિતની સમઝ’વાળી કમેન્ટ કરી હતી કે પછી?
અરુણોદય સિંહ નામના યુઝરે ટ્વિટર પર લખ્યું કે ‘તમે શું માનો છો, લેડીઝને ક્રિકેટની સમજ નથી પડતી? કૉમેન્ટેટર તાબડતોબ માફી માગે.

