દેવિકા વૈદ્ય (૩૬ અણનમ, ૩૧ બૉલ, પાંચ ફોર) અણનમ રહી હતી અને તેની સાથે અણનમ રહેલી કૅપ્ટન અલીઝા હીલી (૯૬ અણનમ, ૪૭ બૉલ, એક સિક્સર, અઢાર ફોર) ચાર રન માટે સદી ચૂકી ગઈ હતી.
WPL 2023
બૅનર ઑફ ધ મૅચ : બ્રેબર્ન સ્ટેડિયમમાં બૅન્ગલોર-યુપી વચ્ચેની ડબ્લ્યુપીએલની મૅચ દરમ્યાન મીડિયા કૅમેરામૅનને રમૂજી અપીલ કરતા એક પ્રેક્ષકના આ બૅનરે અનેક લોકોને આકર્ષ્યા હતા. આશિષ રાજે
વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં મુંબઈ, દિલ્હી અને ગુજરાત સામે હારી ચૂકેલી બૅન્ગલોરની ટીમને ગઈ કાલે ચોથી અને છેલ્લી હરીફ યુપી વૉરિયર્ઝે ૧૦ વિકેટે હરાવી હતી. બૅન્ગલોરની ટીમ કૅપ્ટન મંધાના (૪)ના ફરી ફ્લૉપ શોને કારણે ફક્ત ૧૩૮ રન બનાવી શકી હતી, જેમાં એલીસ પેરીના બાવન રન હાઇએસ્ટ હતા. યુપીની સૉફી એક્લ્સ્ટને ૧૩ રનમાં ચાર વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માએ ત્રણ અને ગાયકવાડે એક વિકેટ લીધી હતી. યુપીએ વિના વિકેટે ૧૩ ઓવરમાં ૧૩૯ રન બનાવીને બીજો વિજય મેળવ્યો હતો. દેવિકા વૈદ્ય (૩૬ અણનમ, ૩૧ બૉલ, પાંચ ફોર) અણનમ રહી હતી અને તેની સાથે અણનમ રહેલી કૅપ્ટન અલીઝા હીલી (૯૬ અણનમ, ૪૭ બૉલ, એક સિક્સર, અઢાર ફોર) ચાર રન માટે સદી ચૂકી ગઈ હતી. બૅન્ગલોરની સાતમાંથી એકેય બોલરને વિકેટ નહોતી મળી.