ઇન્ફૉર્મ બૅટર હર્લીન દેઓલે ૩૩ બૉલમાં ચાર ફોરની મદદથી ૩૧ રન બનાવ્યા હતા.
Women’s Premier League
ગઈ કાલે બ્રેબર્નમાં ગુજરાત જાયન્ટ્સની લૉરા વૉલ્વાર્ટ. તસવીર આશિષ રાજે
ડબ્લ્યુપીએલમાં ગઈ કાલે વરસાદ અને ખરાબ હવામાનના માહોલમાં બ્રેબર્ન સ્ટેડિયમમાં સ્પર્ધાની નંબર-ટૂ ટીમ દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં ગુજરાત જાયન્ટ્સે લૉરા વૉલ્વાર્ટ (૫૭ રન, ૪૫ બૉલ, એક સિક્સર, છ ફોર)ને ફરી ટીમમાં સમાવી અને તેણે એ સમાવેશ યોગ્ય સાબિત કર્યો હતો. તેની અને ઑલરાઉન્ડર ઍશ ગાર્ડનર (૫૧ અણનમ, ૩૩ બૉલ, નવ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૮૧ રનની પાર્ટનરશિપ થઈ હતી. ઇન્ફૉર્મ બૅટર હર્લીન દેઓલે ૩૩ બૉલમાં ચાર ફોરની મદદથી ૩૧ રન બનાવ્યા હતા. જોકે ગુજરાતની ટીમ ૪ વિકેટે માત્ર ૧૪૭ રન બનાવી શકી હતી.ગઈ કાલ પહેલી પાંચમાંથી એક જ મૅચ જીતનાર ગુજરાત જાયન્ટ્સની ગઈ કાલની ઇલેવનમાં પણ ઑલરાઉન્ડર હર્લી ગાલાનો સમાવેશ નહોતો કરાયો. મેઘના અને સધરલૅન્ડના સ્થાને લૉરા વૉલ્વાર્ટ તથા અશ્વિની કુમારીને રમાડવામાં આવી હતી. દિલ્હીની ટીમે ટૅરા નૉરિસના સ્થાને પૂનમ યાદવને ઇલેવનમાં સમાવી હતી.
આજે ડબ્લ્યુપીએલમાં રેસ્ટ ડે
ADVERTISEMENT
વિમેન્સ પ્રીમિયર લીગમાં આજે એકેય મૅચ નથી.
આવતી કાલે (શનિવારે) બે મૅચ રમાશે : મુંબઈ v/s યુપી, ડી. વાય. પાટીલ, બપોરે ૩.૩૦ અને ગુજરાત v/s બૅન્ગલોર, બ્રેબર્ન સ્ટેડિયમ, સાંજે ૭.૩૦