ઑસ્ટ્રેલિયાની કૅપ્ટન અલિઝા હીલી ઇન્જરીને કારણે લઈ શકે છે આરામ
પાકિસ્તાન સામેની મૅચ દરમ્યાન અલિઝા હીલીને થઈ હતી ઈજા.
આજે વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ઑસ્ટ્રેલિયા પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે. ઑસ્ટ્રેલિયન ટીમ એક પણ મૅચ હાર્યા વગર ૬ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ પર છે, પણ ભારતીય ટીમને ટૉપ-ટૂમાં સ્થાન મજબૂત કરવા આ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમને મોટા માર્જિનથી હરાવીને નેટ રન-રેટ વધુ સારો કરવો પડશે. કૅપ્ટન હરમનપ્રીત કૌરની ટીમ +૦.૫૭૬ના નેટ રન-રેટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં બીજા સ્થાને છે. બન્ને ટીમો વચ્ચે રમાયેલી કુલ ૩૪ મૅચમાંથી ઑસ્ટ્રેલિયા ૨૫ અને ભારત ૭ મૅચ જીત્યું છે, જ્યારે બે મૅચ અનિર્ણીત રહી છે.