દુબઈના બુર્જ ખલીફા પર T20 વર્લ્ડ કપ માટે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો યોજાયો હતો
T20 વર્લ્ડ કપ શરૂ થવાના ૨૦ દિવસ પહેલાં દુબઈના બુર્જ ખલીફા પર શાનદાર નજારો જોવા મળ્યો હતો
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ત્રણ ઑક્ટોબરથી આયોજિત મહિલા T20 વર્લ્ડ કપ શરૂ થવાના ૨૦ દિવસ પહેલાં દુબઈના બુર્જ ખલીફા પર શાનદાર નજારો જોવા મળ્યો હતો. ૧૬૩ માળની દુનિયાની આ સૌથી મોટી ઇમારત પર મહિલા T20 વર્લ્ડ કપ માટે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો યોજાયો હતો. ICCએ આ સાથે ૨૩ મૅચની આ ટુર્નામેન્ટ માટે ટિકિટની કિંમતની પણ જાહેરાત કરી હતી. ટિકિટની કિંમત માત્ર પાંચ દિરહામ એટલે કે લગભગ ૧૧૪ રૂપિયાથી શરૂ થશે, જ્યારે ૧૮ કે એથી ઓછી ઉંમરના ક્રિકેટ-ફૅન્સને મફત પ્રવેશ આપીને આ ટુર્નામેન્ટની લોકપ્રિયતા વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે.