વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024ની સેમી ફાઇનલમાં પાકિસ્તાનની ૨૭ વર્ષની વાઇસ કૅપ્ટન મુનિબા અલી ઑસ્ટ્રેલિયા સામે ટીમનું નેતૃત્વ કરશે.
પાકિસ્તાની કૅપ્ટન ફાતિમા સનાનો પપ્પા સાથેનો ફાઇલ ફોટો
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024ની સેમી ફાઇનલમાં પહોંચવા માટે તમામ ટીમો વચ્ચે રસપ્રદ સ્પર્ધા ચાલી રહી છે. આ બધા વચ્ચે પાકિસ્તાનની બાવીસ વર્ષની કૅપ્ટન ફાતિમા સના અચાનક સ્વદેશ પરત ફરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે ‘પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સના ઑસ્ટ્રેલિયા સામે મહત્ત્વપૂર્ણ મૅચમાં રમી શકશે નહીં, કારણ કે તે તેના પપ્પાના મૃત્યુને કારણે સ્વદેશ પરત ફરી છે. તેની ગેરહાજરીમાં ૨૭ વર્ષની વાઇસ કૅપ્ટન મુનિબા અલી ઑસ્ટ્રેલિયા સામે ટીમનું નેતૃત્વ કરશે.’
પાકિસ્તાન આજે ઑસ્ટ્રેલિયા સામે અને ૧૪ ઑક્ટોબરે ન્યુ ઝીલૅન્ડ સામે ગ્રુપ Aની ત્રીજી અને ચોથી મૅચ રમશે.
ADVERTISEMENT
ગ્રુપ Aનું પૉઇન્ટ્સ-ટેબલ
આૅસ્ટ્રેલિયા (+૨.૫૨૪) : બે મૅચમાં ચાર પૉઇન્ટ
ભારત (+૦.૫૭૬) : ત્રણ મૅચમાં ચાર પૉઇન્ટ
પાકિસ્તાન (+૦.૫૫૫) : બે મૅચમાં બે પૉઇન્ટ
ન્યુ ઝીલેન્ડ(-૦.૦૫૦) : બે મૅચમાં બે પોઇન્ટ
શ્રીલંકા (-૨.૫૬૪) : બે મૅચમાં શૂન્ય પૉઇન્ટ
આજે પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે એકમાત્ર મૅચ સાંજે ૭.૩૦ વાગ્યાથી રમાશે

