મહિલા ટીમની ફીલ્ડિંગ-કોચ મુનીશ બાલીએ ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી મૅચમાં શાનદાર ફીલ્ડિંગ બદલ સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સને બેસ્ટ ફીલ્ડર જાહેર કરી હતી
કૅપ્ટન હરમનપ્રીત કૌરે ડ્રેસિંગ રૂમમાં જેમિમા રૉડ્રિગ્સને આપ્યો હતો બેસ્ટ ફીલ્ડરનો મેડલ
૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપથી ભારતની પુરુષ ક્રિકેટ ટીમે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ આપવાની પરંપરા શરૂ કરી હતી. ભારતની દેખાદેખીમાં અન્ય ટીમોએ પણ આવા અવૉર્ડ આપવાની શરૂઆત કરી છે. હવે ભારતની મહિલા ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024માં આ પરંપરા અપનાવી છે.
મહિલા ટીમની ફીલ્ડિંગ-કોચ મુનીશ બાલીએ ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી મૅચમાં શાનદાર ફીલ્ડિંગ બદલ સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સને બેસ્ટ ફીલ્ડર જાહેર કરી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌરે જ્યારે મહિલા ટીમનો બેસ્ટ ફીલ્ડરનો પહેલવહેલો મેડલ આપ્યો ત્યારે બન્ને ખેલાડીઓ ભાવુક જોવા મળ્યાં. ફીલ્ડિંગ-કોચે આ સમયે કહ્યું હતું કે જેમ આપણે ફીલ્ડિંગમાં બાઉન્સબૅક કર્યું એમ આપણે આગામી મૅચમાં પણ કમબૅક કરીશું.