Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડીને કઈ વાતનો ઠપકો મળ્યો?

ભારતીય ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડીને કઈ વાતનો ઠપકો મળ્યો?

Published : 08 October, 2024 10:51 AM | Modified : 08 October, 2024 11:59 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનની ઇનિંગ્સની ૨૦મી ઓવરમાં ૨૮ રને નિદા ડારને આઉટ કર્યા બાદ અરુંધતી રેડ્ડીએ તેને પૅવિલિયન તરફ જવાનો ઇશારો કર્યો હતો.

નિદા ડારને પૅવિલિયન તરફ જવાનો ઇશારો કરતી અરુંધતી રેડ્ડી

નિદા ડારને પૅવિલિયન તરફ જવાનો ઇશારો કરતી અરુંધતી રેડ્ડી


ભારતીય ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડીને વિમેન્સ T20 વર્લ્ડ કપ મૅચ દરમ્યાન પાકિસ્તાનની ભૂતપૂર્વ કૅપ્ટન નિદા ડારને આઉટ કર્યા બાદ આક્રમક ઍક્શન દર્શાવવા બદલ ICC દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. પાકિસ્તાનની ઇનિંગ્સની ૨૦મી ઓવરમાં ૨૮ રને નિદા ડારને આઉટ કર્યા બાદ અરુંધતી રેડ્ડીએ તેને પૅવિલિયન તરફ જવાનો ઇશારો કર્યો હતો. રેડ્ડીના શિસ્તના રેકૉર્ડમાં એક ડીમેરિટ પૉઇન્ટ ઉમેરવામાં આવ્યો છે. ૨૪ મહિનાના સમયગાળામાં આ તેનો પહેલો ગુનો છે. શિસ્તભંગ બદલ ઓછામાં ઓછો સત્તાવાર ઠપકો, ખેલાડીની મૅચ ફીના ૫૦ ટકાનો મહત્તમ દંડ અને એક કે બે ડીમેરિટ પૉઇન્ટ લાગે છે. જ્યારે કોઈ ખેલાડી ૨૪ મહિનાના સમયગાળામાં ચાર કે એથી વધુ ડીમેરિટ પૉઇન્ટ્સ સુધી પહોંચે છે ત્યારે તે આપમેળે સસ્પેન્શન પૉઇન્ટ્સમાં ફેરવાઈ જાય છે અને ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2024 11:59 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK