ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ એશ્લે ગાર્ડનર અને મેગ લૅનિંગના નેતૃત્વવાળી બન્ને ટીમ ટુર્નામેન્ટમાં શાનદાર કમબૅક કરવા મેદાન પર ઊતરશે.
પ્રતીકાત્મક તસવીર
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની ૧૦મી મૅચ આજે બૅન્ગલોરમાં દિલ્હી કૅપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. બન્ને ટીમ વચ્ચે ચાર મૅચ રમાઈ છે, જેમાંથી દિલ્હી ત્રણ અને ગુજરાત એક મૅચ જીત્યું છે.
UP વૉરિયર્સ સામે ૩૩ રનથી હાર બાદ દિલ્હી ચાર મૅચમાં બે જીત, બે હાર સાથે પૉઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ સામે પાંચ વિકેટે હારીને આવેલું ગુજરાત ત્રણમાંથી માત્ર એક જીત સાથે છેલ્લી બે સીઝનની જેમ અંતિમ ક્રમે જ પહોંચ્યું હતું. ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ એશ્લે ગાર્ડનર અને મેગ લૅનિંગના નેતૃત્વવાળી બન્ને ટીમ ટુર્નામેન્ટમાં શાનદાર કમબૅક કરવા મેદાન પર ઊતરશે.

