ભારત v/s બંગલાદેશ, પાકિસ્તાન v/s શ્રીલંકા
સ્મૃતિ માન્ધનાને નેપાલ ક્રિકેટ તરફથી મળ્યું ટોકન ઑફ લવ
૨૭ જુલાઈથી ભારત-શ્રીલંકા વચ્ચે શરૂ થનારી T20 સિરીઝ પહેલાં ૨૬ જુલાઈએ વિમેન્સ એશિયા કપ 2024ની બે ધમાકેદાર સેમી ફાઇનલ જોવા મળશે. ગઈ કાલે મલેશિયાને ૧૧૪ રને હરાવીને બંગલાદેશ અને થાઇલૅન્ડને ૧૦ વિકેટે હરાવીને શ્રીલંકાની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી. આવતી કાલે દામ્બુલામાં બપોરે બે વાગ્યે ભારત-બંગલાદેશ અને સાંજે સાત વાગ્યે પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે સેમી ફાઇનલ મૅચ રમાશે. સેમી ફાઇનલ જીતનારી ટીમો ૨૯ જુલાઈએ ફાઇનલમાં ટકરાશે.
સ્મૃતિ માન્ધનાને નેપાલ ક્રિકેટ તરફથી મળ્યું ટોકન ઑફ લવ
ADVERTISEMENT
વિમેન્સ એશિયા કપ 2024માં ભારત સામે હાર્યા બાદ નેપાલની ટીમે સૌનાં દિલ જીતી લીધાં હતાં. નેપાલ ક્રિકેટ દ્વારા કૅપ્ટન ઇન્દુ બર્માના હાથે ભારતીય કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને ટોકન ઑફ લવ તરીકે ધ્યાનમગ્ન બૃદ્ધની મૂર્તિ આપવામાં આવી હતી. સ્મૃતિ માન્ધનાએ મૅચ બાદ ખુલાસો કર્યો હતો કે ‘લાંબા સમયથી ટીમના મિડલ ઑર્ડર બૅટર્સને બૅટિંગની તક નહોતી મળતી, એથી નેપાલ સામેની મૅચમાં તે બૅટિંગ માટે ન ઊતરી અને મિડલ ઑર્ડર બૅટર્સને આગળ કર્યા હતા.’