Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિલિયમસન અને નિકોલસનો રેકૉર્ડનો વરસાદ

વિલિયમસન અને નિકોલસનો રેકૉર્ડનો વરસાદ

Published : 19 March, 2023 02:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડે બીજી ટેસ્ટમાં ૪ વિકેટે ૫૮૦ રન કરીને દાવ ડિક્લેર કર્યો, શ્રીલંકાની હાલત કફોડી

વેલિંગ્ટનમાં નિકોલસ સાથે ડબલ સેન્ચુરીની ઉજવણી કરતો કેન ​વિલિયમસન.

વેલિંગ્ટનમાં નિકોલસ સાથે ડબલ સેન્ચુરીની ઉજવણી કરતો કેન ​વિલિયમસન.


વેલિંગ્ટનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે કેન વિલિયમસન (૨૧૫) અને હેન્રી નિકોલસ (નૉટઆઉટ ૨૦૦) વચ્ચે ૩૬૩ રનની પાર્ટનરશિપ થઈ હતી. ન્યુ ઝીલૅન્ડે કુલ ૪ વિકેટે ૫૮૦ રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. રમતનો સમય પૂરો થયો ત્યારે શ્રીલંકાએ ૨૬ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં મેટ હેન્રી અને ડગ બ્રેસવેલે એક-એક વિકેટ લીધી હતી. ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી મૅચમાં છેલ્લા બૉલમાં પ્રથમ ટેસ્ટ હારી ગયા બાદ શ્રીલંકા માટે હવે ક્લીન સ્વીપ ટાળવું મુશ્કેલ છે. વિલિયમસન અને નિકોલસ ન્યુ ઝીલૅન્ડના પહેલા એવા ખેલાડી બન્યા છે જેમણે એક જ ઇનિંગ્સમાં ડબલ સેન્ચુરી ફટકારી હોય. વિલિયમસન ડબલ સેન્ચુરીની ઇનિંગ્સ દરમ્યાન ૮૦૦૦ રનનો આંકને પાર કરનાર ન્યુ ઝીલૅન્ડનો પ્રથમ ખેલાડી બન્યો છે. ગયા મહિને તે ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ દરમ્યાન રૉસ ટેલરના ૭૬૮૩ રનના આંકને આંબીને ન્યુ ઝીલૅન્ડ તરફથી સૌથી વધુ રન કરનાર ખેલાડી બન્યો હતો.


વિલિયમસનની ટેસ્ટ કરીઅરમાં ફટકારેલી છઠ્ઠી ડબલ સેન્ચુરી હતી. આ સાથે જ તેણે માર્વન અટાપટુ, વીરેન્દર સેહવાગ, જાવેદ મિયાંદાદ, યુનુસ ખાન, રિકી પૉન્ટિંગ અને સચિન તેન્ડુલકર જેવા દિગ્ગજોની બરાબરી કરી હતી. હાલમાં માત્ર વિરાટ કોહલી ૭ ડબલ સેન્ચુરી સાથે તેના કરતાં આગળ છે.



પહેલો દિવસ વરસાદને કારણે બગડ્યા બાદ ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે વહેલી સવારથી જ આક્રમક રમત બતાવી હતી. વિલિયમસન અને નિકોલસે આક્રમક બૅટિંગ કરી હતી. શ્રીલંકાના ફાસ્ટ અને સ્પિન બોલર્સ તેમને રોકવામાં નિષ્ફળ ગયા હતા. વિલિયમસને બાઉન્ડરી મારીને પોતાની ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. પ્રબથ જયસૂર્યાએ વિલિયમસનને આઉટ કરીને આ ભાગીદારીનો અંત આણ્યો હતો. જોકે નિકોલસે શ્રીલંકાના બોલરો સામે ફટકાબાજી ચાલુ જ રાખી હતી અને માત્ર ૨૪૦ બૉલમાં પોતાની પહેલી ડબલ સેન્ચુરી પૂરી કરી હતી.


18
ટેસ્ટ ક્રિકેટમાં આટલી વખત બે બૅટર્સે એક જ ઇનિંગ્સમાં ડબલ સેન્ચુરી કરી છે.

41
આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાં વિલિયમસનની આટલામી સદી હતી. આવું કરનાર તે ન્યુ ઝીલૅન્ડનો પ્રથમ ખેલાડી બન્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2023 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK