ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સોશ્યલ મીડિયા પર કૉમેન્ટેટર સંજય માંજરેકરને ફટકાર લગાવી છે.
સંજય માંજરેકર
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સોશ્યલ મીડિયા પર કૉમેન્ટેટર સંજય માંજરેકરને ફટકાર લગાવી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર માંજરેકરે સ્ટાર સ્પોર્ટ્સ પર નિવેદન આપ્યું હતું કે ‘શમીની ઇન્જરીને જોતાં તે IPL 2025 સીઝનની મધ્યમાં બહાર થાય એવી સંભાવના છે. એનાથી ફ્રૅન્ચાઇઝીને મોટું નુકસાન થશે અને ઓછા વિકલ્પો બાકી રહેશે. ઘણી ટીમ શમી માટે બોલી લગાવશે પણ તેની કિંમત ઘટી શકે છે. મને નથી લાગતું કે તેને ખરીદવા માટે સ્પર્ધા થશે.’
માંજરેકરના આ નિવેદનનો જવાબ આપતાં શમીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘બાબા કી જય હો. તમારા ભવિષ્ય માટે પણ થોડું જ્ઞાન સાચવો, એ ઉપયોગી થશે સંજયજી. જો કોઈને ભવિષ્ય જાણવું હોય તો તેણે સરને મળવું જોઈએ.’
ADVERTISEMENT
IPL 2025 મેગા ઑક્શન પહેલાં ગુજરાત ટાઇટન્સ દ્વારા શમીને રિલીઝ કરવામાં આવ્યો છે. મેગા ઑક્શનમાં તેની બેઝ-પ્રાઇસ બે કરોડ રૂપિયા છે. ૨૦૧૩માં IPLમાં ડેબ્યુ કર્યા બાદ શમીએ ૧૧૦ મૅચમાં ૧૨૭ વિકેટ ઝડપી છે. પગની ઘૂંટીની ઈજાની સર્જરી કરાવ્યા પછી ઑલમોસ્ટ એક વર્ષ બાદ તે તાજેતરમાં જ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછો ફર્યો છે.