પહેલી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના ખેલાડી કૅમરન સ્મિથ અને હેઝલવુડ નહીં રમી શકે
India vs Australia
નેટ પ્રૅક્ટિસ દરમ્યાન સ્પિનર રવિચન્દ્રન અશ્વિન. અને ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના વાઇસ કૅપ્ટન સ્ટીવ સ્મિથ
ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના વાઇસ કૅપ્ટન સ્ટીવ સ્મિથે રવિચન્દ્રન અશ્વિનની સ્ટાઇલથી બોલિંગ કરનાર મહેશ પીઠિયા સાથે એક સપ્તાહથી પ્રૅક્ટિસ કરી હતી. તેણે કહ્યું કે અમે ભારતના સ્ટાર બોલર વિશે વધુ પડતું વિચારતા નથી. ઑસ્ટ્રેલિયાના બૅટર્સે ભારતના નેટ બોલર્સની મદદથી ચાર ટેસ્ટની સિરીઝ માટે સારી એવી તૈયારી કરી છે. સ્મિથે કહ્યું કે ‘અમે ઘણા ઑફ સ્પિનર સામે રમ્યા છીએ. મહેશ પણ એવો જ છે, જે અશ્વિન જેવી જ બોલિંગ કરે છે. અશ્વિન સારો બોલર છે, પરંતુ અમારી પાસે પણ એનો સામનો કરવાની ટેક્નિક છે.’
સ્મિથે પિચ જોઈ હતી અને તેણે એક તરફ વધુ પડતી સૂકી હોવાની વાત કરી છે. તેણે કહ્યું કે ‘પિચ પર થોડી તિરાડ છે, પરંતુ તે કઈ રીતે વર્તશે એને માટે રાહ જોવી પડશે. અમે બૅન્ગલોરમાં પણ સારી પ્રૅક્ટિસ કરી હતી અને અહીં પણ કરી રહ્યા છીએ.’
ADVERTISEMENT
સ્મિથે કહ્યું કે ‘કૅમરન ગ્રીન પહેલી ટેસ્ટમાં રમી શકે એવી હાલતમાં નથી. હેઝલવુડને થયેલી ઈજા અમારા માટે સૌથી મોટું નુકસાન છે.’