૨૦૧૮માં બૉલ-ટૅમ્પરિંગ મામલે તેની ભૂમિકાને જોતાં તેના પર કૅપ્ટન્સી સામે આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વૉર્નરે પોતાની ૧૦૦મી ટેસ્ટ પહેલાં કહ્યું હતું કે જો પરિસ્થિતિને બદલવી મારા હાથમાં હોત તો હું ચોક્કસ એને સરખી કરી દેત.
કૅપ્ટન્સી બૅન મામલે વૉર્નરને મળ્યું નહીં બોર્ડનું સમર્થન
ડેવિડ વૉર્નરે તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની તેના કૅપ્ટન્સી પર મૂકેલા પ્રતિબંધ મામલે ટેકો ન આપવા બદલ ટીકા કરી હતી. તેણે સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન માટે પણ બોર્ડને જવાબદાર ગણાવ્યું હતું, કારણ કે તેની માનસિક હાલત સારી નહોતી. વૉર્નરે જાતે જ કૅપ્ટન્સી પર મૂકવામાં આવેલા પ્રતિબંધને હટાવી લેવાની માગણી ફેબ્રુઆરીમાં કરી હતી, જેનો કોઈએ સરખો જવાબ પણ આપ્યો નહોતો. ત્યાર બાદ તેણે અરજી પાછી ખેંચી લીધી હતી. ૨૦૧૮માં બૉલ-ટૅમ્પરિંગ મામલે તેની ભૂમિકાને જોતાં તેના પર કૅપ્ટન્સી સામે આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વૉર્નરે પોતાની ૧૦૦મી ટેસ્ટ પહેલાં કહ્યું હતું કે જો પરિસ્થિતિને બદલવી મારા હાથમાં હોત તો હું ચોક્કસ એને સરખી કરી દેત.