Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વીપીએલ ટી૨૦માં સ્કૉર્ચર્સનો લાસ્ટ ઓવરમાં અને ટૉપ-10 લાયન્સનો દમદાર વિજય‍

વીપીએલ ટી૨૦માં સ્કૉર્ચર્સનો લાસ્ટ ઓવરમાં અને ટૉપ-10 લાયન્સનો દમદાર વિજય‍

06 December, 2023 08:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) સીઝન-ટૂમાં ગઈ કાલે લીગ રાઉન્ડમાં સ્કૉર્ચર્સે છેલ્લી ઓવરના રોમાંચ વચ્ચે ૬ રનથી અને ટૉપ-10 લાયન્સે વન-સાઇડેડ મુકાબલામાં ૮ વિકેટે શાનદાર ‍વિજય મેળવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડમાં શ્રી વાગડ કલા કેન્દ્ર આયોજિત ટી. કે. રુબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) સીઝન-ટૂમાં ગઈ કાલે લીગ રાઉન્ડમાં સ્કૉર્ચર્સે છેલ્લી ઓવરના રોમાંચ વચ્ચે ૬ રનથી અને ટૉપ-10 લાયન્સે વન-સાઇડેડ મુકાબલામાં ૮ વિકેટે શાનદાર ‍વિજય મેળવ્યો હતો.


મૅચ ૯‍ઃ સ્કૉર્ચર્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૩ રન - નીરવ નિશર ૩૩, ધ્રુવ બોરીચા ૨૫ રન, ધૈર્ય છેડા ૧૨ રનમાં, કાર્તિક ગડા ૧૬ રનમાં અને દીક્ષિત ગાલા ૩૩ રનમાં બે-બે વિકેટ)નો પૂર્ણલબ્ધિ બુલ્સ (૨૦ ઓવરમાં ૧૨૭ રનમાં ઑલઆઉટ - નિકેત શાહ ૩૪, હિત ગડા ૨૮ રન, ક્રમશ નંદુ ૧૬ રનમાં ૩, જૈનમ ગડા ૨૧ રનમાં અને પ્રથમ ગાલા ૨૩ રનમાં બે-બે વિકેટ) સામે ૬ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : જૈનમ ગડા (બે વિકેટ, બે રનઆઉટ).



મૅચ ૧૦ઃ  ટીમ ઇન્ટિગ્રેટેડ (૧૮.૩ ઓવરમાં ૮૫ રનમાં ઑલઆઉટ - સચિન ગડા ૧૩, ગૌરવ ગાલા ૧૨ રન, અમિત શાહ ૧૮ રનમાં અને કૌશલ નિશર ૨૨ રનમાં ૩-૩ વિકેટ, મયૂર ગાલા ૧૧ રનમાં અને રોમિલ શાહ ૨૨ રનમાં બે-બે વિકેટ) સામે ટૉપ-10 લાયન્સ (૧૦.૨ ઓવરમાં બે વિકેટે ૮૮ રન - મયંક ગડા ૩૪, આદિત્ય શાહ ૨૪ રન, નિર્સગ છેડા ૨૬ રનમાં અને કશ્યપ સાવલા ૧૬ રનમાં એક-એક વિકેટ)નો ૮ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ અમિત શાહ (૧૮ રનમાં ૩ વિકેટ).હવે આવતી કાલે લીગમાં સવારે ૯ વાગ્યે એમ્પાયર વૉરિયર્સ v/s ટીમ આવિષ્કાર તથા બપોરે ૧ વાગ્યે રોઝવૉલ્ટ સનરાઇઝર્સ v/s રંગોલી વાઇકિંગ્સ વચ્ચે મુકાબલો થશે.


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2023 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK