Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સચિનને સેહવાગની શીર્ષાસન સાથે જન્મદિનની શુભેચ્છા

સચિનને સેહવાગની શીર્ષાસન સાથે જન્મદિનની શુભેચ્છા

Published : 25 April, 2023 11:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૨મીએ હતી સેહવાગ અને આરતીની ૧૯મી ઍનિવર્સરી

સચિનને સેહવાગની શીર્ષાસન સાથે જન્મદિનની શુભેચ્છા

સચિનને સેહવાગની શીર્ષાસન સાથે જન્મદિનની શુભેચ્છા


સચિન તેન્ડુલકરે ગઈ કાલે જીવનનાં ૫૦ વર્ષ પૂરાં કરીને ૫૧મા વર્ષમાં પ્રવેશ (વનપ્રવેશ) કર્યો એ નિમિત્તે તેના અનેક ચાહકોના તેમ જ ભૂતપૂર્વ સાથી-ખેલાડીઓના શુભેચ્છા-સંદેશ મળ્યા હતા, પરંતુ એ બધામાં તેના શિષ્ય અને વન-ડે ક્રિકેટમાં તેની સાથે મળીને કુલ ૧૨ સેન્ચુરી-પાર્ટનરશિપ સાથે ભાગીદારીમાં ૩૯૧૯ રન બનાવવામાં મોટો ફાળો અપાનાર વીરેન્દર સેહવાગે માસ્ટર બ્લાસ્ટરને ટ્વિટર પર અનોખી શુભેચ્છા આપી હતી.

વીરુદાદા હ્યુમર-સ્પેશ્યલિસ્ટ છે અને સોશ્યલ મીડિયામાં તેના તરફથી હંમેશાં અનોખી કમેન્ટ વાંચવા મળે છે. ભૂતપૂર્વ કે વર્તમાન ક્રિકેટરો વિશેના તેના વિડિયો પણ ઇન્ટરેસ્ટિંગ જ હોય છે. ગઈ કાલે તો વીરુએ કમાલ જ કરી હતી. સચિનને સેહવાગ પોતાનો આદર્શ માને છે અને સચિનને ટીવી પર રમતો જોઈને જ તેણે ક્રિકેટર બનવાની પ્રેરણા લીધી હતી. યોગાનુયોગ, સેહવાગ તેનો જ બૅટિંગ-પાર્ટનર બન્યો હતો. સેહવાગે ગઈ કાલે પોતાનો શીર્ષાસન કરતો વિડિયો પોસ્ટ કર્યો અને પછી લિટલ ચૅમ્પિયન માટેની કમેન્ટમાં લખ્યું, ‘મૈદાન પર જો આપને કહા, ઉસકા ઉલટા હી કિયા, તો આજ આપ કે આઇકૉનિક 50th બર્થડે પર તો આપકો શીર્ષાસન કર કે વિશ કરના હી થા.’ ‘વિશ યુ અ વેરી હૅપી બર્થડે @sachin_rt પાજી, આપ જિયો હઝારોં સાલ, સાલ કે દિન હો એક કરોડ.’

૨૨મીએ હતી સેહવાગ અને આરતીની ૧૯મી ઍનિવર્સરી

વીરેન્દર સેહવાગે ૨૦૦૪ની બાવીસમી એપ્રિલે વકીલ-પિતાની પુત્રી આરતી આહલાવત સાથે લગ્ન કર્યાં હતાં. એ સમયના ભારતીય કાયદાપ્રધાન સદ્ગત અરુણ જેટલીએ સેહવાગ-આરતીનાં લગ્નનું આયોજન દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2023 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK