ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમને હાલમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ખરાબ ફૉર્મને કારણે બહાર થવું પડ્યું હતું.
વીરેન્દર સેહવાગ, બાબર આઝમ
ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમને હાલમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ખરાબ ફૉર્મને કારણે બહાર થવું પડ્યું હતું. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરની ઑફિશ્યલ યુટ્યુબ ચૅનલ પર વાત કરતાં ભારતીય દિગ્ગજ વીરેન્દર સેહવાગે બાબર આઝમને શાનદાર કમબૅક માટે ગુરુમંત્ર આપ્યો હતો.
૪૬ વર્ષના સેહવાગે કહ્યું હતું કે ‘બાબર આઝમે હવે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ. તેણે તેની ફિટનેસ પર કામ કરવું જોઈએ, પરિવાર સાથે થોડો સમય વિતાવવો જોઈએ અને પછી શારીરિક રીતે ફિટ અને માનસિક રીતે મજબૂત ક્રિકેટર તરીકે ઇન્ટરનૅશનલ ક્રિકેટ માટે પાછા ફરવું જોઈએ. કૅપ્ટનપદેથી રાજીનામું આપ્યા પછી એવું લાગે છે કે તે ટેક્નિકના સંદર્ભમાં માનસિક રીતે વધુ પ્રભાવિત થયો છે. તેણે માનસિક રીતે મજબૂત રહેવાની જરૂર છે. તે પ્રતિભાશાળી ખેલાડી છે અને તેના જેવા ખેલાડીઓ ઝડપથી કમબૅક કરે છે.’