ઉત્તમ ક્રિકેટર તરીકે ટકી રહેવા માટે વિરાટ કોહલી ફિટનેસને સૌથી વધારે મહત્ત્વ આપે છે અને એને કારણે જ ભારતીય ક્રિકેટ ટીમના બીજા ખેલાડીઓ પણ ફિટનેસનું મહત્ત્વ સમજ્યા છે. વિરાટ આટલો બધો ફિટ કેમ છે
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
ક્રિકેટર કોહલી એટલો વિરાટ થઈ ગયો છે કે તેના માટે ઉપમા આપવાની જરૂર નથી લાગતી. ઉત્તમ ક્રિકેટર તરીકે ટકી રહેવા માટે વિરાટ કોહલી ફિટનેસને સૌથી વધારે મહત્ત્વ આપે છે અને એને કારણે જ ભારતીય ક્રિકેટ ટીમના બીજા ખેલાડીઓ પણ ફિટનેસનું મહત્ત્વ સમજ્યા છે. વિરાટ આટલો બધો ફિટ કેમ છે એનાં રહસ્યો અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ છતાં કર્યાં છે. વાઇરલ થયેલા વિડિયોમાં તે કહે છે કે વિરાટ સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે ગજબની શિસ્ત પાળે છે. તે રોજ સવારે કાર્ડિયો કે હિટ વર્કઆઉટ કરે છે. એ પછી અનુષ્કા સાથે ક્રિકેટની પ્રૅક્ટિસ પણ કરે છે. અનુષ્કા કહે છે કે વિરાટ ક્યારેય જન્ક-ફૂડ ખાતો નથી કે શુગરવાળાં ડ્રિન્ક્સ પીતો નથી. અભિનેત્રી પોતે જ આશ્ચર્યમાં હોય એમ તેણે કહ્યું કે તમે માનશો, વિરાટે ૧૦ વર્ષથી બટર ચિકન નથી ખાધું. અનુષ્કાના કહેવા પ્રમાણે વિરાટ ફરજિયાતપણે આરોગ્ય જળવાય એવો પૌષ્ટિક ખોરાક ખાય છે, આકરી તાલીમ લે છે અને ૮ કલાકની નીંદર કરે છે.