Afridi on Kohli: પાકિસ્તાનના પૂર્વ સુકાની તેમજ દિગ્ગજ ઑલરાઉન્ડર શાહિદ અફરીદીએ ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવા વિશે મોટું નિવેદન આપ્યું છે. અફરીદીએ ખાસકરીન વિરાટ કોહલીના નામ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
શાહિદ અફરીદી (ફાઈલ તસવીર)
Afridi on Kohli: પાકિસ્તાનના પૂર્વ સુકાની તેમજ દિગ્ગજ ઑલરાઉન્ડર શાહિદ અફરીદીએ ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવા વિશે મોટું નિવેદન આપ્યું છે. અફરીદીએ ખાસકરીન વિરાટ કોહલીના નામ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
2025 ચેમ્પિયન્સ ટ્રૉફી વિશે નિવેદનો આપવાનો દોર ચાલી રહ્યો છે. હકીકતે, આઈસીસીની આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં થવાની છે, પણ આતંકવાદી ઘટના અને ખેલાડીઓની સુરક્ષાને જતા BCCI માટે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલવું ખૂબ જ મુશ્કેલ છે. એવામાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ભારતીય ટીમને પાકિસ્તાન બોલાવવા વિશે મોટા-મોટા નિવેદનો આપી રહ્યા છે. આ કડીમાં હવે પૂર્વ દિગ્ગજ ઑલરાઉન્ડર તેમજ કૅપ્ટન શાહિદ અફરીદીનું નામ પણ જોડાઈ ગયું છે.
ADVERTISEMENT
પાકિસ્તાનના પૂર્વ કૅપ્ટન શાહિદ અફરીદીએ 2025 ચેમ્પિયન્સ ટ્રૉફી માટે ભારતને પાકિસ્તાનનો પ્રવાસ કરવાની અરજી કરી છે. સાથે જ તેમણે કહ્યું કે ભારતીય ટીમ, ખાસ કરીને વિરાટ કોહલીનું પાકિસ્તાન આવવું બન્ને દેશો વચ્ચે શાંતિને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું રહેશે.
બર્મિંગહમમાં વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડ્સમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ માટે રમી રહેલા શાહિદ અફરીદીએ ન્યૂઝ 24ને કહ્યું, "હું ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરીશ. જ્યારે પાકિસ્તાનની ટીમ ભારતનો પ્રવાસ કરતી હતી, ત્યારે અમને ભારત તરફથી ખૂબ માન અને પ્રેમ મળતો હતો. અને જ્યારે 2005-06માં ભારતીય ટીમ પાકિસ્તાન આવી ત્યારે ભારત અને પાકિસ્તાન એકબીજાના દેશની મુલાકાતે આવે અને ક્રિકેટ રમે, તો આપણે ભારતનો પ્રેમ અને આતિથ્ય ભૂલી જઈશું.
તેણે વધુમાં કહ્યું, "ક્રિકેટમાં લોકોને એક કરવાની શક્તિ છે અને ભારત અને પાકિસ્તાનને એકબીજાના દેશમાં રમતા જોવાથી વધુ આનંદદાયક બીજું કંઈ નથી. વિરાટ કોહલી વૈશ્વિક આઇકોન છે અને પાકિસ્તાનમાં તેની હાજરી લાખો ચાહકો માટે આનંદની વાત છે. એક સ્વપ્ન સાકાર થશે."
T20 ઈન્ટરનેશનલમાંથી વિરાટ કોહલીના નિવૃત્તિના નિર્ણય અંગે અફરીદીએ કહ્યું, "કોહલીનો T20માંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય આશ્ચર્યજનક હતો. તેનો અનુભવ અને નેતૃત્વ ભારતીય ટીમ માટે અમૂલ્ય સાબિત થશે, ખાસ કરીને આગામી પેઢીના ખેલાડીઓને તૈયાર કરવામાં."
નોંધનીય છે કે, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન જવાની શક્યતા ન જેવી છે. ICC સામે BCCIઆ એક માગ કરી શકે છે કે તેમની મેચ દુબઈ અથવા ફરી શ્રીલંકામાં આયોજિત કરાવવામાં આવે.
ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 હોસ્ટ કરવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ એટલે કે પીસીબીએ આ માટે તૈયારી શરૂ કરી દીધી છે અને ટીમ ઈન્ડિયાની મેચ લાહોરમાં આયોજિત કરાવવાનું ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને સોંપી દીધો છે. જો કે, અત્યાર સુધી ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન જવા કે ન જવા પર કોઈ ઑફિશિયલ નિવેદન કોઈની પણ સામેથી આવ્યું નતી, પણ હવે એક રિપૉર્ટમાં પુષ્ઠિ તઈ છે કે ભારતીય ટીમના ચેમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાન જવાની શક્યતા નહિવત્ છે. અહીં સુધી કે બીસીસીઆઈ આઈસીસી સામે એક માગ પણ મૂકશે.