મહિલા દિન નિમિત્તે કોહલીનો પત્ની અનુષ્કા ને દીકરી વામિકા માટે સંદેશ
અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે અને વિરાટ કોહલી
ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના અવસરે વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા અને દીકરી વામિકાનો એક ફોટો અપલોડ કરીને એક સંદેશ લખ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે ‘બાળકનો જન્મ થતો જોવો એ માણસના જીવનનો સૌથી રોચક, શાનદાર અને અવિસ્મરણીય અનુભવ હોય છે. આ જોઈને તમે એક મહિલાની અસલી તાકાત અને તેની મહાનતાનો અનુભવ કરી શકો છો અને ત્યારે તમે જાણી શકશો કે શા માટે ઈશ્વરે તેમના શરીરમાં અન્ય એક જીવને સ્થાન આપ્યું છે. આનું કારણ એ જ છે કે તેઓ પુરુષ કરતાં વધુ સક્ષમ છે. મારા જીવનની નીડર અને સ્ટ્રૉન્ગ મહિલા (મારી પત્ની)ને તેમ જ ભવિષ્યમાં પોતાની મમ્મી જેવી બનનારી મારી દીકરીને અને વિશ્વની દરેક મહિલાઓને મહિલા દિનની શુભેચ્છા આપું છું.’

