અહેવાલો અનુસાર આ બંગલાની કિંમત ૩૦ કરોડ રૂપિયાથી વધુ છે
વિરાટ કોહલીનું નવું ઘર
વિરાટ કોહલીએ ગઈ કાલે અલીબાગસ્થિત પોતાના નવા આલીશાન બંગલાનો વિડિયો શૅર કરીને બાંધકામ-ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. મુંબઈ અને ગુરુગ્રામ બાદ આ કિંગ કોહલીનું ત્રીજું ઘર છે. આ આલીશાન બંગલામાં સ્વિમિંગ-પૂલ, વિશાળ બગીચો અને બીજી ઘણી સુવિધાઓ છે.
અહેવાલો અનુસાર આ બંગલાની કિંમત ૩૦ કરોડ રૂપિયાથી વધુ છે, જેમાં જમીન ખરીદવા માટે ૧૯-૨૦ કરોડ રૂપિયા અને બંગલો બનાવવા માટે ૧૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કોહલીનો આ બંગલો આવાસ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે જે લગભગ બે વર્ષમાં બનીને તૈયાર થયો છે.