Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૨૦૨૪નો સૌથી ફાલતુ ભારતીય બૅટર સાબિત થયો કિંગ કોહલી

૨૦૨૪નો સૌથી ફાલતુ ભારતીય બૅટર સાબિત થયો કિંગ કોહલી

Published : 01 January, 2025 08:20 AM | Modified : 01 January, 2025 08:22 AM | IST | Melbourne
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખા વર્ષમાં વિરાટની બૅટિંગ-ઍવરેજ રહી માત્ર ૨૧.૮૩, સંજય માંજરેકરનો ૧૯૯૨નો ૨૩.૪૨ની ઍવરેજનો રેકૉર્ડ તોડ્યો

વિરાટ કોહલી

વિરાટ કોહલી


મુંબઈના સ્ટાર ક્રિકેટર સચિન તેન્ડુલકર બાદ સૌથી વધુ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારનાર વિરાટ કોહલીની કરીઅર માટે ૨૦૨૪ સૌથી ખરાબ સાબિત થયું છે. તેણે ત્રણેય ફૉર્મેટ મળીને ૨૦૨૪માં ૨૧.૮૩ની ઍવરેજથી બૅટિંગ કરી છે. આ તેના ઇન્ટરનૅશનલ કરીઅરની એક વર્ષની સૌથી ઓછી બૅટિંગ-ઍવરેજ છે અને ટૉપ-સિક્સમાં બૅટિંગ કરતાં ભારતીય બૅટરની એક વર્ષની ઓછી બૅટિંગ-ઍવરેજનો પણ આ રેકૉર્ડ છે. આ પહેલાં આ શરમજનક રેકૉર્ડ સંજય માંજરેકરના નામે હતો જેમણે ૧૯૯૨માં ૨૩.૪૨ની ઍવરજથી જ બૅટિંગ કરી હતી.


વિરાટ કોહલીએ આ વર્ષે ટેસ્ટમાં ૨૪.૫૨, વન-ડેમાં ૧૯.૩૩ અને T20માં ૧૮.૦૦ની ઍવરેજથી બૅટિંગ કરી છે. રવિ શાસ્ત્રી માને છે કે તે હજી ૩-૪ વર્ષ માટે ક્રિકેટ રમી શકશે. ઇરફાન પઠાણ કહે છે કે કોહલી ઑફ-સ્ટમ્પની બહાર ડ્રાઇવ શૉટ રમવાની પોતાની લાલચ નથી છોડી રહ્યો. બધા સિનિયર તેને આ બાબતે સમજાવી રહ્યા છે. સામાન્ય દિવસોની જેમ તે મેદાન પર આ બાબતે શિસ્તાચાર નથી રાખી રહ્યો.’



૨૦૨૪માં વિરાટ કોહલીના રન અને બૅટિંગ-ઍવરેજ


૧૯ ટેસ્ટ-ઇનિંગ્સ : ૪૧૭ રન, ૨૪.૫૨ ઍવરેજ

વન-ડે ઇનિંગ્સ : ૫૮ રન, ૧૯.૩૩ ઍવરેજ


૧૦ T20 ઇનિંગ્સ : ૧૮૦ રન, ૧૮.૦૦ ઍવરેજ

Whatsapp-channel Whatsapp-channel

01 January, 2025 08:22 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK