Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Virat Kohli’s Record: વનડેનો ‘વિરાટ’ ખેલાડી બન્યો કોહલી, તોડ્યો માસ્ટર-બ્લાસ્ટર સચિનનો રેકૉર્ડ

Virat Kohli’s Record: વનડેનો ‘વિરાટ’ ખેલાડી બન્યો કોહલી, તોડ્યો માસ્ટર-બ્લાસ્ટર સચિનનો રેકૉર્ડ

15 November, 2023 06:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિરાટ કોહલીએ 113 બોલમાં 117 રનની ધમાકેદાર ઈનિંગ રમી અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર સદીના દિગ્ગજ સચિન તેંડુલકર (Sachin Tendulkar)નો ઐતિહાસિક રેકૉર્ડ તોડી નાખ્યો હતો

વિરાટ કોહલીની  ફાઇલ તસવીર

વિરાટ કોહલીની ફાઇલ તસવીર


વિરાટ કોહલી (Virat Kohli’s Record)એ ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ધમાકો મચાવ્યો છે. વર્લ્ડ કપ ૨૦૨૩ની પ્રથમ સેમિફાઇનલ બુધવારે (15 નવેમ્બર) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કોહલીએ વિસ્ફોટક રીતે સદી ફટકારી હતી.


વિરાટ કોહલીએ 113 બોલમાં 117 રનની ધમાકેદાર ઈનિંગ રમી અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર સદીના દિગ્ગજ સચિન તેંડુલકર (Sachin Tendulkar)નો ઐતિહાસિક રેકૉર્ડ તોડી નાખ્યો હતો. કોહલીની વનડે કરિયરમાં આ 50મી સદી હતી. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.



કોહલીએ સચિનને ​​નમન કર્યા


જ્યારે સચિને તેની કારકિર્દીમાં 463 ODI રમી હતી, જેમાં તેણે 452 ઇનિંગ્સમાં 44.83ની એવરેજથી 18426 રન બનાવ્યા હતા અને કુલ 49 ODI સદી ફટકારી છે. બીજી તરફ, કોહલીએ તેની કારકિર્દીની 279મી વનડે ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સદી બાદ કોહલીએ પોતાના બંને હાથ જોડીને સચિનને ​​પ્રણામ કર્યા છે.

કોહલીએ પત્ની અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપી


સચિનને ​​નમન કર્યા બાદ કોહલી (Virat Kohli’s Record)એ તેની પત્ની અને બૉલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ આપી હતી. આ દરમિયાન અનુષ્કાએ પણ કોહલી પર પ્રેમ વરસાવ્યો અને બદલામાં ફ્લાઈંગ કિસ આપી હતી. સદી બાદ કોહલીની આ પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન સચિન તેંડુલર સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. કોહલીએ પોતાની ઇનિંગમાં 2 સિક્સ અને 9 ફોર ફટકારી હતી. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 103.53 હતો. આ ઇનિંગ સાથે કોહલીએ એક જ વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો સચિનના રેકૉર્ડને પણ તોડી નાખ્યો છે. સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા, જ્યારે કોહલીએ અત્યાર સુધી 10 ઇનિંગ્સમાં 711 રન બનાવ્યા છે.

ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી

વિરાટ કોહલી - 279 ઇનિંગ્સ - 50 સદી

સચિન તેંડુલકર - 452 ઇનિંગ્સ - 49 સદી

રોહિત શર્મા - 251 ઇનિંગ્સ - 31 સદી

રિકી પોન્ટિંગ - 365 ઇનિંગ્સ - 30 સદી

સનથ જયસૂર્યા - 433 ઇનિંગ્સ - 28 સદી

Whatsapp-channel Whatsapp-channel

15 November, 2023 06:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK