કોહલી, રોહિત અને ધોની દુનિયાભરમાં સૌથી પૉપ્યુલર ક્રિકેટર્સ
કોહલી, રોહિત અને ધોની
ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલીની પૉપ્યુલરિટીથી લોકો જાણીતા છે. અને આ વર્ષે પણ તે દુનિયાભરમાં સૌથી પૉપ્યુલર ક્રિકેટર બન્યો છે. એક સર્વે મુજબ જાન્યુઆરીથી જૂન દરમ્યાન દર મહિને કોહલીને ૧૬.૨ લાખ વાર સર્ચ કરવામાં આવ્યો હતો. ટૉપ ટેનમાં કોહલી બાદ રોહિત શર્મા (૯.૭ લાખ), ધોની (૯.૪ લાખ), જ્યૉર્જ મેકે (૯.૧ લાખ), જોશ રિચર્ડ્સ (૭.૧ લાખ), હાર્દિક પંડ્યા (૬.૭ લાખ), સચિન તેન્ડુલકર (૫.૪ લાખ), ક્રિસ મૅથ્યુસ (૪.૧ લાખ) અને શ્રેયસ ઐયર (૩.૪ લાખ) છે.

