યશ દયાલે વિરાટ કોહલી વિશે મોટી વાત કહી છે
ફાઇલ તસવીર
IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે અંતિમ ઓવરમાં ૧૭ રન ડિફેન્ડ કરનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના બોલર યશ દયાલે વિરાટ કોહલી વિશે મોટી વાત કહી છે. એક ઇન્ટરવ્યુમાં ૨૬ વર્ષના આ બોલરે કહ્યું હતું કે ‘વિરાટ કોહલીએ મને જે સૌથી મોટી વાત કહી તે એ હતી કે તેઓ મને આખી સીઝન માટે સપોર્ટ કરશે અને હું ટીમમાં બહારની વ્યક્તિ જેવો અનુભવ નહીં કરું. તેમણે મને આખી સીઝનમાં પૂરા દિલથી સપોર્ટ કર્યો, જે મારા માટે બૂસ્ટર હતો, તેઓ યંગ ક્રિકેટર્સ સાથે વાતચીત કરે છે. અન્ય લોકોની જેમ જ અમારી સાથે વાત કરે છે. લોકો ટીવી પર તેમના વિશે જે રીતે વાત કરે છે એનો અનુભવ મેં કર્યો નથી.’
યશ દયાલની શાનદાર બોલિંગને કારણે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ ટૉપ-ફોરમાં પહોંચી હતી, એ સમયે વિરાટ કોહલી મેદાન પર તેને વારંવાર સલાહ આપતો જોવા મળ્યો હતો.

