વિડિયો કોહલી અને અનુષ્કાએ વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજની મુલાકાત લીધાના થોડા દિવસો પછી સામે આવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કોહલી અને અનુષ્કા ઘણી વાર આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લેતાં જોવા મળ્યાં છે.
વાઇરલ વિડિયોમાં બન્ને વૃંદાવનમાં શ્રી રાધાવલ્લભ લાલજીના મંદિરમાં દર્શન અને આશીર્વાદ લેતાં જોવા મળે છે
વૃંદાવનથી ભારતીય બૅટ્સમૅન વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્માનો વધુ એક વિડિયો વાઇરલ થયો છે. વાઇરલ વિડિયોમાં બન્ને વૃંદાવનમાં શ્રી રાધાવલ્લભ લાલજીના મંદિરમાં દર્શન અને આશીર્વાદ લેતાં જોવા મળે છે. આ કપલ આધ્યાત્મિક યાત્રા પર હોય એવું લાગે છે, કારણ કે આ વિડિયો કોહલી અને અનુષ્કાએ વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજની મુલાકાત લીધાના થોડા દિવસો પછી સામે આવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કોહલી અને અનુષ્કા ઘણી વાર આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લેતાં જોવા મળ્યાં છે.

