વર્ષ ૨૦૨૧માં ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ IPL ફ્રેન્ચાઇઝી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)માં જોડાયો ત્યાં સુધી વિરાટ કોહલી અને મૅક્સવેલ સારા મિત્રો નહોતા.
કોહલીની આ નકલ ભારે પડી હતી મૅક્સવેલને.
વર્ષ ૨૦૨૧માં ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ IPL ફ્રેન્ચાઇઝી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)માં જોડાયો ત્યાં સુધી વિરાટ કોહલી અને મૅક્સવેલ સારા મિત્રો નહોતા. જ્યારે RCBએ તેને ૧૪.૨૫ કરોડમાં ખરીદ્યો અને તેણે ટ્રેઇનિંગ કૅમ્પ બાદ કોહલીને ઇન્સ્ટાગ્રામ પર ફૉલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ખબર પડી કે કોહલીએ તેને બ્લૉક કર્યો છે.
એક પૉડકાસ્ટમાં આ વિશે ખુલાસો કરતાં મૅક્સવેલે કહ્યું હતું કે ‘RCBમાં મારું સ્વાગત કરનાર અને મને સંદેશ આપનાર કોહલી પહેલી વ્યક્તિ હતી. પ્રી-IPL ટ્રેઇનિંગ કૅમ્પ માટે આવ્યો ત્યારે અમે વાત કરી હતી અને ઘણો સમય સાથે ટ્રેઇનિંગમાં વિતાવ્યો હતો. જ્યારે મને ઇન્સ્ટાગ્રામ પર બ્લૉક થવાની વાતની ખબર પડી તો મેં તેને આ વિશે સવાલ કર્યો હતો. તેણે કહ્યું કે ૨૦૧૭માં રાંચી ટેસ્ટ દરમ્યાન ફીલ્ડિંગ કરતા સમયે તેને થયેલી ખભાની ઇન્જરીની મેં નકલ કરી હતી એથી તેણે મને બ્લૉક કર્યો હતો. એ પછી તેણે મને અનબ્લૉક કરી દીધો અને અમે ઘણા સારા મિત્રો બની ગયા.’
ADVERTISEMENT
૨૦૧૭માં ઑસ્ટ્રેલિયા સામેની રાંચી ટેસ્ટમાં કોહલીને જમણા ખભામાં ઈજા થઈ હતી, જેને કારણે તે ધરમશાલા ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો.