કિંગ કોહલીએ ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલાં સ્વામી દયાનંદના આશીર્વાદ લીધા
વિરાટ-અનુષ્કા હૃષીકેશના આશ્રમમાં
ભારતનો ડૅશિંગ બૅટર વિરાટ કોહલી અને તેની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા ‘વિરુષ્કા’ ઉપરાંત ‘પાવર કપલ’ તરીકે પણ ઓળખાય છે અને તેઓ થોડા દિવસથી ઉત્તરાખંડની ધાર્મિક યાત્રાએ નીકળ્યાં છે. બે દિવસ પહેલાં તેઓ હૃષીકેશના સ્વામી દયાનંદગિરિ આશ્રમમાં ગયા હતા અને ત્યાં વિરાટે ઑસ્ટ્રેલિયા સામે ૯ ફેબ્રુઆરીએ શરૂ થનારી ટેસ્ટ-સિરીઝને ધ્યાનમાં રાખીને આશ્રમમાં પ્રાર્થના કરી હતી અને સ્વામીજીના આશીર્વાદ લીધા હતા.
આ પણ વાંચો : Video: જ્યારે દીકરી વામિકા સહિત વિરાટ-અનુષ્કાએ વૃંદાવન ધામમાં ટેક્યું માથું
ADVERTISEMENT
સ્વામી દયાનંદગિરિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુ છે. વિરાટ-અનુષ્કાએ સ્વામીજીની બાજુમાં બેસીને ફોટો પડાવ્યો હતો, જાહેર ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો અને ભંડારાનું આયોજન પણ કર્યું હતું અને એમાં ઉપસ્થિત સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા. વિરાટ-અનુષ્કા તાજેતરમાં પુત્રી વામિકા સાથે વૃંદાવનના આશ્રમમાં પણ ગયાં હતાં.