વિરુષ્કાના ઘરે આવી એક નન્હી પરી
વિરાટ કોહલીએ ટ્વીટર પર પોસ્ટ કરીને બાળકીનો જન્મ થયો હોવાનું જણાવ્યું હતું
ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મૅચ બાદ ભારત પાછો ફરેલો ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન વિરાટ કોહલી ગઈ કાલે પપ્પા બન્યો હતો. તેના ઘરે ગઈ કાલે બપોરે એક નન્હી પરીનું આગમન થયું છે. કોહલીએ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી હતી.
ટ્વીટમાં કોહલીએ કહ્યું કે ‘અમને બન્નેને જણાવતાં ખુશી થઈ રહી છે કે અમારા ઘરે દીકરી જન્મી છે. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓનાં આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બન્ને સ્વસ્થ છે અને અમારું એ સૌભાગ્ય છે કે અમને આ જીવનના નવા ચૅપ્ટરનો અનુભવ કરવા મળ્યો. અમને આ સમયમાં થોડી પ્રાઇવસીની જરૂર છે અને અમે જાણીએ છીએ કે તમે એ વાત જરૂરથી સમજશો.’
ADVERTISEMENT
વાયુવેગે આ સમાચાર ફેલાતાં વિરુષ્કા પર બૉલીવુડ અને ખેલજગતે શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો. વળી આ દંપતીની દીકરીનું નામ ‘અન્વી’ (અનુષ્કાના અંગ્રેજી નામના પહેલા બે અક્ષર ‘એ’ અને ‘એન’ તેમ જ વિરાટના અંગ્રેજી નામના પહેલા બે અક્ષર ‘વી’ અને ‘આઇ’) રાખવાની ચર્ચા પણ થવા લાગી છે. નોંધવા જેવી વાત એ છે કે ગઈ કાલે ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર રાહુલ દ્રવિડનો પણ જન્મદિવસ હતો.

