Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Ind vs Pak: પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય બેટર્સને વિરાટ કોહલીએ આપી ચેતવણી

Ind vs Pak: પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય બેટર્સને વિરાટ કોહલીએ આપી ચેતવણી

Published : 01 September, 2023 02:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા પાકિસ્તાનના બૉલર્સના વખાણ કર્યા છે. તેણે કહ્યું કે ભારતીય બેટ્સમેને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું રહેશે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


એશિયા કપ 2023ની શરૂઆત થઈ ચૂકી છે. ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે છે અને આ મેચ માટે બન્ને ટીમ તૈયાર છે. પાકિસ્તાને ટૂર્નામેન્ટની પહેલી મેચમાં નેપાલ વિરુદ્ધ મોટી જીત હાંસલ કરી હતી અને આ ટીમ આત્મવિશ્વાસ સભર છે. તો, ભારતીય ટીમ ખેલાડીઓની ઈજાઓથી થોડી ચિંતિત છે. લોકેશ રાહુલ આ મેચ માટે અવેલેબલ નહીં હોય. તો, શ્રેયસ અય્યર સર્જરી બાદ પહેલીવાર કોઈ મેચ રમશે. એવામાં વિરાટ કોહલીએ કહ્યું કે પાકિસ્તાનના બૉલર શાનદાર છે અને તેમના વિરુદ્ધ મોટી ઈનિંગ રમવા માટે તમારે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું રહેશે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ પોતાની છેલ્લી ત્રણ વનડે મેચ જીતી છે, પણ બન્ને ટીમ વચ્ચે છેલ્લી વનડે મેચ 2019 વિશ્વ કપમાં થયું હતું.


વિરાટ કોહલીએ એક સ્પૉર્ટ્સ ચેનવ પર વાત કરતા કહ્યું, "મને લાગે છે કે બૉલર તેમની તાકાત છે. અને તેમની પાસે ખરેખર કેટલાક પ્રભાવશાળી બૉલર છે જે પોતાના કૌશલ સેટના આધારે ક્યારે પણ ગેમ બદલાઈ શકે છે. આથી, તમારે એનો સામનો કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું રહેશે."



કોહલી તાજેતરમાં વનડે મેચમાં સારા ફૉર્મમાં રહ્યો છે, તેણે છેલ્લે ડિસેમ્બરથી આ ફૉરમેટમાં 13 મેચોમાં 50.36ની સરેરાશ 554 રન્સ કર્યા છે. રમત પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણ વિશે વાત કરતાં, કોહલીએ કહ્યું, "હું ફક્ત એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે હું મારી રમતને કેવી રીતે બહેતર કરી શકું છું. દરરોજ, દરેક પ્રેક્ટિસ સેશન, દરેક વર્ષ, દરેક સીઝન, આ વસ્તુએ મને આટલા લાંબા સમય સુધી સારું રમવા અને મારી ટીમ માટે પ્રદર્શન કરવામાં મદદ કરી છે. મને નથી લાગતું કે તમે આ માનસિકતા વિના સતત પ્રદર્શન કરી શકો છો, કારણકે જો તમારું પર્સનલ પર્ફૉર્મન્સ જ તમારું એકમાત્ર લક્ષ્ય છે, તો તમે સંતુષ્ટ થઈ શકો છો અને આકરી મહેનત કરવાનું બંધ કરી શકો છો. આની કોઈ લિમિટ નથી. "


વિરાટે આગળ કહ્યું, "એવી કોઈ ચોક્કસ ઉપલબ્ધિ નથી કે તમે એક ચોક્કસ સ્તરે પહોંચી જાઓ છો, તો તમે ઉત્કૃષ્ટતા પર પહોંચી ગયા છે. મને લાગે છે કે દરરોજ બહેતર થવા માટે પ્રયત્ન કરું છું, આથી આ એક બહેતર શબ્દ છે, અને તમારા પર્સનલ પ્રદર્શનને ચોક્કસ રીતે વધારે મહત્વ નથી આપતું, જ્યારે તમે વિચારો છો કે "હું આ સ્થિતિમાંથી મારી ટીમને જીત કેવી રીતે અપાવું?"

ટી20 વિશ્વકપમાં ચમક્યો હતો વિરાટ
2022 ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરાટ 82 રન્સની જબરજસ્ત ઈનિંગ રમ્યો હતો. તે મેચમાં ભારતીય ટીમે ઝડપથી ચાર વિકેટ્સ ગુમાવી દીધી હતી. એવામાં વિરાટે હાર્દિક પાંડ્યા સાથે સેન્ચુરી પાર્ટનરશિપ કરી મેચમાં પોતાની ટીમનું કમબૅક કરાવ્યું હતું અને અંતે ફાસ્ટ બેટિંગ કરીને ફિનિશરનું પાત્ર પણ ભજવ્યું હતું. આ મેચમાં તેણે હારિસ રઉફની ઓવરમાં સતત બે છગ્ગા ફટકાર્યા હતા અને ગેમ બદલી દીધી હતી. આ મેચમાં પણ વિરાટ કોહલી પાસેથી એવા જ પરફૉર્મન્સની આશા છે.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2023 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK