Vinod Kambli Hospitalized: કાંબલીની નવ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે 17 ટેસ્ટ અને 104 ODI મેચો રમી છે. તેણે બે ડબલ સેન્ચુરી સહિત ચાર ટેસ્ટ સદી ફટકારી, ટેસ્ટમાં સતત ડબલ સેન્ચુરી ફટકારનાર તે પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા હતા.
વિનોદ કાંબલી હૉસ્પિટલમાં દાખલ (તસવીર: સોશિયલ મીડિયા)
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયતને લઈને ચર્ચામાં આવ્યા હતા અને હવે હાલમાં ફરી એક વખત તે તબિયતને કારણે સમાચારમાં આવ્યા છે. વિનોદ કાંબલીની તબિયત બગાડતાં તેમને હૉસ્પિટલમાં (Vinod Kambli Hospitalized) દાખલ કરવામાં આવ્યા હતા. ક્રિકેટર કાંબલીની તબિયત ખરાબ થઈ હોવાના સમાચાર બાબતે અનેક દિગ્ગજોએ પણ મૌન તોડ્યું હતું. મળેલી માહિતી મુજબ શનિવારે અચાનક કાંબલીની તબિયતમાં સમસ્યા જોવા મળી હતી. તે બેભાન થઈ ગયા હતા જેને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ક્રિકેટર વિનોદ કાંબલીને (Vinod Kambli Hospitalized) થાણેની આકૃતિ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, `52 વર્ષીય કાંબલીની હાલત હાલમાં સ્થિર છે. તેમની તબિયત હજી પણ ગંભીર હોવા છતાં, તેમની બીમારી વિશે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયન કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરે કાંબલીને આર્થિક રીતે મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
આ સાથે તાજેતરમાં એક યુટ્યુબ ચૅનલ (Vinod Kambli Hospitalized) સાથે ઇન્ટરવ્યૂ દરમિયાન કાંબલીએ આખી ઘટના અને તેમને અચાનક કઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો તે જણાવ્યું હતું . તેમણે કહ્યું, `મને પેશાબની સમસ્યા હતી, તે ખૂબ વહેતું હતું. મારા પુત્ર જીસસ ક્રિસ્ટિયાનોએ મને ઉપાડ્યો અને મને મારા પગ પર પાછો ઊભો કર્યો. મારી દીકરી, જે 10 વર્ષની છે, અને મારી પત્ની મને મદદ કરવા આવ્યા હતા. એક મહિના પહેલા આ ઘટના બની હતી. મારું માથું ફરવા લાગ્યું, હું બેભાન થઈને નીચે પડી ગયો. ડૉક્ટરે મને દાખલ થવા કહ્યું હતું”.
તાજેતરમાં જ, કાંબલીએ મુંબઈના શિવાજી પાર્ક (Vinod Kambli Hospitalized) ખાતે તેમના ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરની પ્રતિમાના અનાવરણમાં હાજરી આપી હતી. આ દરમિયાન કાંબલી તેમના બાળપણના મિત્ર સચિન તેન્ડુલકરને મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. આ વીડિયોમાં કાંબલીની તબિયત ખૂબ જ કફોડી ગઈ હોવાનું જોવા મળ્યું હતું. આ ઈવેન્ટનો વીડિયો જોઈને લોકોએ કાંબલીની તબિયત બાબતે ચર્ચા શરૂ કરી અને ચિંતા પણ વ્યક્ત કરી હતી.
હવે ફરી એક વખત કાંબલી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. સચિન સાથેનો વીડિયો વાયરલ થયા બાદ કાંબલીએ ખુલાસો કર્યો હતો કે 2013માં સચિન તેન્ડુલકર પાસેથી તેમણે આર્થિક મદદ મળ્યા બાદ બે હાર્ટ સર્જરી કરાવી હતી. કાંબલીની નવ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે 17 ટેસ્ટ અને 104 ODI મેચો રમી છે. તેણે બે ડબલ સેન્ચુરી સહિત ચાર ટેસ્ટ સદી ફટકારી, ટેસ્ટમાં સતત ડબલ સેન્ચુરી ફટકારનાર તે પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા હતા.