Vinod Kambli Dance: સોશિયલ મીડિયા પરના એક હૃદયસ્પર્શી સંદેશમાં, વિનોદ કાંબલીએ તેમની પુનઃપ્રાપ્તિ યાત્રા દરમિયાન તેમને ટેકો આપનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો. "તમારા પ્રેમને કારણે હું આટલે સુધી પહોંચ્યો છું," તેમણે કહ્યું.
વિનોદ કાંબલી કર્યો ડાન્સ (તસવીર: મિડ-ડે)
ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની (Vinod Kambli Dance) તબિયત લથડતા તેમને થાણેની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હવે સમાચાર એવા છે કે તેમની તબિયત હવે સ્વસ્થ છે. હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી સાજા થતાં હૉસ્પિટલમાં જ જોરદાર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.
52 વર્ષના વિનોદ કાંબલીએ યુરિનરી ઈન્ફેક્શન અને સ્નાયુમાં ખેંચાણની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેને 21 ડિસેમ્બરે થાણે જિલ્લાના ભિવંડી (Vinod Kambli Dance) નજીકની આકૃતિ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડી તબીબી તપાસ પછી ખબર પડી કે વિનોદ કાંબલીના મગજમાં ગંઠા છે. એક્સ પર માહિતી પોસ્ટ કરતાં લખવામાં આવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, એમ તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ સોમવારે જણાવ્યું હતું.
ADVERTISEMENT
17 ટૅસ્ટ મૅચ અને 104 ODIમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ક્રિકેટર (Vinod Kambli Dance) વિનોદ કાંબલીએ હવે હૉસ્પિટલના વોર્ડમાં તેના ડાન્સ મૂવ્સથી અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ સાથે જ પૂર્વ ક્રિકેટરની તબિયતમાં સુધારાના સંકેત આ વીડિયોમાં દેખાઈ રહ્યા છે. કાંબલીનો ડાન્સ કરવાના આ ક્ષણના વીડિયોને કેપ્ચર કરવામાં આવી હતી, જેમાં વિનોદ કાંબલી શાહરુખ ખાનના એક લોકપ્રિય ગીત ‘ચકદે ઇન્ડિયા’ પર અદ્ભુત ઉત્સાહ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તેમનો ડાન્સ પણ આસપાસના લોકોને પ્રેરણા આપી રહ્યો છે. તેમના ઉત્સાહિત પ્રદર્શનથી હૉસ્પિટલ સ્ટાફ, અન્ય દર્દીઓ અને ઉપસ્થિત લોકોના ઉત્સાહમાં વધારો થયો. એક નર્સ અને અન્ય સ્ટાફ તેમની સાથે ઉત્સાહપૂર્વક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પરના એક હૃદયસ્પર્શી સંદેશમાં, વિનોદ કાંબલીએ તેમની પુનઃપ્રાપ્તિ યાત્રા દરમિયાન તેમને ટેકો આપનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો. "તમારા પ્રેમને કારણે હું આટલે સુધી પહોંચ્યો છું," તેમણે કહ્યું. મુંબઈ સ્થિત ભૂતપૂર્વ ક્રિકેટરે (Vinod Kambli Dance) સારવાર દરમિયાન સપોર્ટ કરવા બદલ હૉસ્પિટલના ડિરેક્ટર શૈલેષ ઠાકુરનો પણ આભાર માન્યો હતો. કાંબલીના હૉસ્પિટલના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો અને ચાહકો તેમને જલદીથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવતા હતા.
કામલીની સારવાર માટે શ્રીકાંત ફાઉન્ડેશન (Vinod Kambli Dance) વતી એક સમયના સ્ટાર ક્રિકેટરને પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવ હતી આ સાથે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકને વિનોદ કાંબળીની ખબર પૂછવા હૉસ્પિટલમાં મોકલ્યા હતા. ત્યાં તેમણે પત્રકારોને કહ્યું હતું કે ‘વિનોદ મારો મિત્ર હોવાથી તેની તબિયત પૂછવા માટે હું આવ્યો છું. મેં તેને કહ્યું કે મેદાનમાં તેં અનેક સેન્ચુરી, ડબલ સેન્ચુરી મારી છે, હવે તારે આયુષ્યની સેન્ચુરી મારવાની છે અને અનેક લોકોને ક્રિકેટર બનાવવાના છે. હવે પછીની વિનોદની સારવારની બધી જવાબદારી અમારી રહેશે.’