Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈ સામે ૩૮૩ રનનો ટાર્ગેટ ૪૬.૨ ઓવરમાં ચેઝ કરી બતાવ્યો કર્ણાટકે

મુંબઈ સામે ૩૮૩ રનનો ટાર્ગેટ ૪૬.૨ ઓવરમાં ચેઝ કરી બતાવ્યો કર્ણાટકે

Published : 22 December, 2024 11:28 AM | Modified : 22 December, 2024 11:45 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅપ્ટન શ્રેયસ ઐયરની તોફાની સેન્ચુરી પર ભારે પડી શ્રીજીથની ૧૫૦ રનની ઇનિંગ્સ

ક્રિષ્ણન શ્રીજીથ, કૅપ્ટન શ્રેયસ ઐયર

ક્રિષ્ણન શ્રીજીથ, કૅપ્ટન શ્રેયસ ઐયર


વિજય હઝારે ટ્રોફીમાં ગઈ કાલે ગ્રુપ-Cની ટીમ મુંબઈ અને કર્ણાટક વચ્ચે ધમાકેદાર ટક્કર જોવા મળી હતી. મુંબઈની ટીમે કૅપ્ટન શ્રેયસ ઐયરની પંચાવન બૉલમાં ૧૧૪ રનની અણનમ ઇનિંગ્સની મદદથી ૪ વિકેટ ગુમાવીને ૩૮૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને કર્ણાટકની ટીમે પોતાના વિકેટકીપર-બૅટર ક્રિષ્ણન શ્રીજીથની ૧૦૧ બૉલમાં ૧૫૦ રનની અણનમ ઇનિંગ્સની મદદથી બાવીસ બૉલ પહેલાં ૪૬.૨ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. 


આ વન-ડે ટુર્નામેન્ટના ઇતિહાસનો આ બીજો સૌથી મોટો સરળ રનચેઝ હતો. ૨૦૧૨માં આંધ્ર પ્રદેશની ટીમે ગોવા સામે ૩૮૪ રનનો ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો. આ મૅચમાં કુલ ૭૬૫ રન બન્યા છે જે આ ટુર્નામેન્ટનો એક મૅચનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. મુંબઈની ટીમના કૅપ્ટન શ્રેયસ ઐયરની ઇનિંગ્સ પર પાણી ફેરવનાર ક્રિષ્ણન શ્રીજીથને IPL મેગા ઑક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૩૦ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસમાં ખરીદ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2024 11:45 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK