ડેવિડ વૉર્નરના બે વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા છે
ડેવિડ વૉર્નર
સોશ્યલ મીડિયા પર સૌથી વધારે ઍક્ટિવ રહેતો ડેવિડ વૉર્નર IPLની નવી સીઝનની શરૂઆતથી જ સુપર ઍક્ટિવ થયો છે. ડેવિડ વૉર્નરના બે વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા છે. પ્રથમ વિડિયોમાં ઑસ્ટ્રેલિયન દિગ્ગજને બે ફૅન્સ રામમંદિરનો મેમેન્ટો ગિફ્ટ આપે છે. તેઓ સાથે મળી જય શ્રીરામના નારા લગાવતા જોવા મળે છે. બીજા વિડિયોમાં જોવા મળ્યું કે ડેવિડ વૉર્નર હોટેલના કિચનમાં માસ્ટરશેફના અંદાજમાં અવનવી ડિશ તૈયાર કરી રહ્યો છે. બૉલીવુડની ફિલ્મોનો શોખીન ડેવિડ વૉર્નર ભારતને પોતાનું બીજું ઘર માને છે. તે પોતાના રમૂજી અંદાજથી ફૅન્સને ભરપૂર મનોરંજન આપતો હોય છે.