વામને કહ્યું કે ‘દુરાનીના મતે ૧૯૬૧-’૬૨ની ત્રિનિદાદ ટેસ્ટમાં ફટકારેલી સદી તેમની શ્રેષ્ઠ ઇનિંગ્સ હતી.’
સલીમ દુરાની અને વામન જાની
૧૯૬૦ના દશકના દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીના સૌથી જૂના મિત્રોમાંના એક મુંબઈમાં રહેતા ૮૪ વર્ષના વામન જાનીની તેમની સાથેની મિત્રતા ૧૯૫૯-૬૦માં દુરાનીએ ભારતીય ટીમ વતી પદાર્પણ પણ નહોતું કર્યું ત્યારથી હતી. વામન જાનીએ ‘મિડ-ડે’ને ગઈ કાલે કહ્યું હતું કે ‘મેં ઑસ્ટ્રેલિયા સામેની બ્રેબર્નમાં રમાયેલી તેની પહેલી ટેસ્ટ જોઈ હતી. તેઓ મારા ઘરે નિયમિત આવતા હતા.’ વામન જાનીના પત્ની પ્રજ્ઞા જાનીએ કહ્યું કે ‘હૉસ્પિટલમાંથી પાછા ફર્યા બાદ દુરાનીની ઇચ્છા હતી કે અમે તેમના ઘરે જઈએ. જોકે મારા પતિને સાંભળવામાં તકલીફ છે અને બરાબર ચાલી પણ નથી શક્તા. એટલે અમે તેમના ઘરે ન જઈ શક્યા અને ૮-૧૦ દિવસ બાદ હવે અમને ફોન પર તેમના અવસાનના દુખદ સમાચાર મળ્યા.’
પ્રજ્ઞા જાનીએ ‘મિડ-ડે’ને કહ્યું, ‘દુરાની હંમેશાં ક્રિકેટ વિશે અને આઇપીએલ વિશે અમારી સાથે ઘણી વાતો કરતા.’ વામને કહ્યું કે ‘દુરાનીના મતે ૧૯૬૧-’૬૨ની ત્રિનિદાદ ટેસ્ટમાં ફટકારેલી સદી તેમની શ્રેષ્ઠ ઇનિંગ્સ હતી.’
ADVERTISEMENT
સલીમ દુરાનીની ખાસિયતો
(૧) સલીમ દુરાની હરીફ ટીમ માટે અનપ્રિડિક્ટેબલ હતા. કોઈ એક મૅચમાં તેઓ બૅટિંગ અને બોલિંગ બન્નેમાં ફ્લૉપ જતા એવું ભાગ્યે જ બન્યું હતું, ‘ઑન હિઝ ડે’ તેઓ બૅટ અથવા બૉલથી મૅચ-વિનર નીવડતા હતા.
(૨) સલીમ દુરાની આક્રમક સ્ટાઇલની બૅટિંગથી અને બોલિંગમાં હરીફ ટીમને ઓચિંતો ઝટકો આપવાની આવડતથી મૅચમાં રોમાંચ લાવવાની ગજબની ક્ષમતા ધરાવતા હતા.
(૩) દુરાનીમાં બહુ સારી ડ્રેસિંગ-સેન્સ હતી. તેઓ ડ્રેસિંગ-સ્ટાઇલ માટે તો ફેમસ હતા જ, તેમના ચહેરા પર હંમેશાં આત્મવિશ્વાસ છલકાતો હતો.