ભારતના ભૂતપૂર્વ અન્ડર-19 વર્લ્ડ કપ ચૅમ્પિયન-કૅપ્ટન અને થોડા સમયથી અમેરિકામાં રમતા ઉનમુક્ત ચંદને એલએ નાઇટ રાઇડર્સ ટીમે ડ્રાફ્ટમાં ખરીદ્યો હતો.
મોનાંક પટેલ અને ઉનમુક્ત ચંદ
અમેરિકામાં રમાનારી મેજર લીગ ક્રિકેટ (એએલસી) માટે મુંબઈ ઇન્ડિયન્સ ટીમના ફ્રૅન્ચાઇઝીએ (રિલાયન્સ ગ્રુપે) ગઈ કાલે પોતાની એમઆઇ ન્યુ યૉર્ક નામની જે ટીમની જાહેરાત કરી છે એમાં ૯ ખેલાડીઓને સમાવવામાં આવ્યા હતા અને એમાં ખાસ કરીને અમેરિકાની વર્તમાન ટીમના સુકાની મોનાંક પટેલનો તેમ જ અમેરિકામાં જન્મેલા બે ખેલાડીઓ ઑલરાઉન્ડર સ્ટીવન ટેલર અને ઑલરાઉન્ડર નૉસ્થુશ કેન્જિગેનો સમાવેશ છે. મુંબઈ ઇન્ડિયન્સે ‘વનફૅમિલી’માં સમાવેલી આ અમેરિકી ટીમ (એમઆઇ ન્યુ યૉર્ક)ના બીજા ખેલાડીઓમાં ૨૦૧૦ના અન્ડર-19 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વતી રમેલા ઑલરાઉન્ડર હમ્માદ આઝમ, બોલર એહસાન આદિલ, બોલર સરબજિત લડ્ડા, વિકેટકીપર શાયન જહાંગીર, બોલર કાઇલ ફિલિપ તથા વિકેટકીપર સાઇદીપ ગણેશનો સમાવેશ છે. ભારતના ભૂતપૂર્વ અન્ડર-19 વર્લ્ડ કપ ચૅમ્પિયન-કૅપ્ટન અને થોડા સમયથી અમેરિકામાં રમતા ઉનમુક્ત ચંદને એલએ નાઇટ રાઇડર્સ ટીમે ડ્રાફ્ટમાં ખરીદ્યો હતો.