સેમી ફાઇનલની વિજેતા ટીમની ટક્કર બીજી ફેબ્રુઆરીએ ફાઇનલ મૅચમાં થશે. આ મૅચનો રોમાંચ જિયોસિનેમા અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર માણી શકાશે.
પ્રતીકાત્મક તસવીર
આજે મલેશિયામાં આયોજિત અન્ડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૫ની બે સેમી ફાઇનલ મૅચ રમાશે. ICCએ જાહેર કરેલા શેડ્યુલ અનુસાર સવારે આઠ વાગ્યાથી ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા વચ્ચે અને બપોરે ૧૨ વાગ્યાથી ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે સેમી ફાઇનલનો જંગ જામશે. સેમી ફાઇનલની વિજેતા ટીમની ટક્કર બીજી ફેબ્રુઆરીએ ફાઇનલ મૅચમાં થશે. આ મૅચનો રોમાંચ જિયોસિનેમા અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર માણી શકાશે.

