૨૦૨૫માં આયોજિત વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ માટે હાઇબ્રિડ મૉડલ લાગુ કરવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર ભારત એની ગ્રુપ-સ્ટેજની મૅચ UAEના દુબઈમાં રમશે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
૨૦૨૫માં આયોજિત વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ માટે હાઇબ્રિડ મૉડલ લાગુ કરવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર ભારત એની ગ્રુપ-સ્ટેજની મૅચ UAEના દુબઈમાં રમશે. જો રોહિત ઍન્ડ કંપની નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચશે તો તેની સેમી ફાઇનલ અને ફાઇનલ મૅચ પણ UAEમાં જ યોજાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી અને UAE ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શેખ નાહયાન અલ મુબારકે ન્યુટ્રલ વેન્યુ તરીકે દુબઈની પસંદગી કરી છે. UAE ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ હાલમાં પાકિસ્તાનમાં વેકેશન માણી રહ્યા છે. ICCને પણ ન્યુટ્રલ વેન્યુ વિશે જાણ કરી દેવામાં આવી છે જેથી ટુર્નામેન્ટનું શેડ્યુલ ટૂંક સમયમાં જાહેર થઈ શકે.