૬ જુલાઈએ રિયાન પરાગ ભારત માટે ડેબ્યુ કરનાર આસામનો પહેલો મેન્સ ક્રિકેટર બન્યો હતો
રિયાન પરાગ, કૅપ્ટન હરમન સાથે ઉમા ચેત્રી
૨૦૧૩માં મહિલા બોલર રિતુ ધ્રુબ ભારતીય નૅશનલ ટીમ માટે ડેબ્યુ કરનાર આસામની પહેલી ક્રિકેટર બની હતી. આ ઘટનાના એક દાયકા બાદ ૪૮ કલાકના સમયગાળામાં આસામના બે ક્રિકેટર્સે ભારતીય ટીમ માટે T20માં ડેબ્યુ કર્યું હતું. ૬ જુલાઈએ રિયાન પરાગ ભારત માટે ડેબ્યુ કરનાર આસામનો પહેલો મેન્સ ક્રિકેટર બન્યો હતો. ૭ જુલાઈએ વિકેટકીપર-બૅટર ઉમા ચેત્રી ભારતીય વિમેન્સ ટીમ માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર આસામની બીજી વિમેન્સ ક્રિકેટર બની હતી. રિતુ ધ્રુબની ઇન્ટરનૅશનલ કરીઅર ૩ ટેસ્ટ અને ૩ T20 રમ્યા બાદ ખતમ થઈ ગઈ હતી, પણ ૨૧ વર્ષની ઉમા ચેત્રી અને બાવીસ વર્ષના રિયાન પરાગની કરીઅર લાંબી ચાલે એવી આશા આસામના લોકો રાખી રહ્યા છે.