લગભગ ૪૧,૦૦૦ કરોડ રૂપિયાની વૅલ્યુએશન ધરાવતા આ ગ્રુપે ૨૦૨૧માં બે નવી IPL ટીમો માટેની બોલીમાં પણ ઊંડો રસ દાખવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૨ની ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સને ટૂંક સમયમાં નવો માલિક મળી શકે છે, કારણ કે ટૉરેન્ટ ગ્રુપ આ ફ્રૅન્ચાઇઝીમાં બહુમતી હિસ્સો ખરીદવાની નજીક છે. CVC કૅપિટલ પાર્ટનર્સે ૨૦૨૧માં આ ટીમ ખરીદી હતી. અમદાવાદસ્થિત ટૉરેન્ટ ગ્રુપ હવે તેમની પાસેથી ટીમમાંનો ૬૭ ટકા હિસ્સો ખરીદી શકે છે. માલિકીમાં કોઈ પણ ફેરફાર માટે ભારતીય ક્રિકેટ બોર્ડની મંજૂરી જરૂરી છે. આ સોદો આગામી થોડા દિવસોમાં મંજૂર થવાની અપેક્ષા છે. લગભગ ૪૧,૦૦૦ કરોડ રૂપિયાની વૅલ્યુએશન ધરાવતા આ ગ્રુપે ૨૦૨૧માં બે નવી IPL ટીમો માટેની બોલીમાં પણ ઊંડો રસ દાખવ્યો હતો.

