ક્રિકેટ તાસ્માનિયાની એક મહિલા કર્મચારીને અભદ્ર મેસેજ મોકલવાના વિવાદને પગલે પેઇનની ટેસ્ટ-કરીઅરનો અંત આવી ગયો હતો. ૨૦૧૦માં પાકિસ્તાન સામે ડેબ્યુ કરનાર પેઇનના ટેસ્ટ મૅચમાં સર્વોચ્ચ ૯૨ રન હતા.
ટિમ પેઇને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ કૅપ્ટન ટિમ પેઇને ગઈ કાલે ક્લીન્સલૅન્ડ સામેની તાસ્માનિયા શેફીલ્ડ શીલ્ડ ફર્સ્ટ કલાસ મૅચ પૂરી થયા બાદ નિવૃત્ત િની જાહેરાત કરી હતી. વિકેટકીપર-કૅપ્ટન તરીકે કુલ ૩૫ ટેસ્ટ પૈકી ૨૦૧૮થી ૨૦૨૧ દરમ્યાન રમાયેલી ૨૩ મૅચમાં કૅપ્ટન્સી પણ કરી હતી. ૨૦૧૮માં સાઉથ આફ્રિકામાં બૉલ સાથે ચેડાં કરવાના પ્રકરણમાં સ્ટીવ સ્મિથની કૅપ્ટન તરીકે હકાલપટ્ટી થયા બાદ તેને આ જવાબદારી સોંપાઈ હતી. તેણે ક્રિકેટ તાસ્માનિયાની એક મહિલા કર્મચારીને અભદ્ર મેસેજ મોકલવાના વિવાદને પગલે પેઇનની ટેસ્ટ-કરીઅરનો અંત આવી ગયો હતો. ૨૦૧૦માં પાકિસ્તાન સામે ડેબ્યુ કરનાર પેઇનના ટેસ્ટ મૅચમાં સર્વોચ્ચ ૯૨ રન હતા. તેણે વિકેટકીપર તરીકે ૧૫ શિકાર કર્યા હતા. તે ૩૫ વન-ડે પણ રમ્યો હતો.