લૉસ ઍન્જલસથી મૅચ જોવા આવેલા મૂળ મુંબઈના એક પારસી અને બે ગુજરાતી ફ્રેન્ડ્સ ઓવારી ગયા ટીમ ઇન્ડિયાના પર્ફોર્મન્સની સાથે બુમરાહ તેમ જ હાર્દિક પર
T20 World Cup 2024
લૉસ ઍન્જલસથી મૅચ જોવા આવેલા ડૉ. અનિલ શાહ, ડૉ. ભરત પટેલ અને નૌઝાદ સદરી.
વેસ્ટ ઇન્ડીઝના બાર્બેડોઝમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની એક્સાઇટિંગ બનેલી T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ભારત જીતી જતાં વર્ણવી ન શકાય એવો થ્રિલિંગ રોમાંચ સ્ટેડિયમમાં બેસીને મૅચ જોઈ રહેલા ગુજરાતી ફૅન્સે અનુભવ્યો હતો. લૉસ ઍન્જલસથી મૅચ જોવા બાર્બેડોઝ આવેલા મૂળ મુંબઈના એક પારસી અને બે ગુજરાતી ફ્રેન્ડ્સ ટીમ ઇન્ડિયાના પર્ફોર્મન્સ પર અને ખાસ કરીને જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા પર ઓવારી ગયા હતા અને સ્ટેડિયમમાંથી જીતની ખુશી વ્યક્ત કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુમરાહે સાબિત કરી દીધું કે તે મૅચવિનર છે તો હાર્દિકે ઊભા થઈને દુનિયાને બતાવી દીધું કે તે સુપરસ્ટાર કેમ છે.’